ઉરીમાં સેનાને મળી મોટી સફળતા, એક આતંકીને જીવતો પકડ્યો

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. જેના પરિણામે સેના પણ એકશન મોડમાં જાેવા મળી રહી છે. થોડાક દિવસો પહેલાજ સેનાએ ઉરીમાં ૩ આંતકીઓને ઠાર કર્યા હતા ત્યારે વધુંમાં ફરી સેનાને મોટી સફળતા મળી છે. ઉરીમાં મેરાથન ઓપરેશન દરમિયાન સેનાએ એક આંતકીને જીવતો પકડ્યો છે.
સમગ્ર ઓપરેશનમાં એવી માહિતી સામે આવી છે કે સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે. સાથેજ અન્ય એક આતંકીને સેનાએ જીવતો પકડ્યો છે. જેને આજે સેના દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. જાેકે આ ઓપરેશનમાં સેનાના ૩ જવાનો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
આપને જણાવી દઈએ કે ગત ૧૮ સપ્ટેમ્બરથી સેનાએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. અને છેલ્લા ૧૦ દિવસથી સેના આ ઓપરેશન પર કામ કરી રહી હતી. એલઓસી પાસે ઉરીમાં આતંકીઓએ ઘુસણખોરી કરી હતી જે માહિતી સેનાને મળ્યા બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું જેમા અત્યાર સુધીમાં કુલ ૪ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. સાથેજ એક આતંકીને આજે સેનાએ જીવતો પકડ્યો છે.
ઉલ્લેખનીય છે કે જે આંતકી જીવતો પકડાયો છે કે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. આજે સેના તેને કોર્ટમાં પણ હાજર કરશે. ઝડપાયેલા આતંકી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને બોમ્બ મળી આવ્યા છે. જેમા કુલ ૫ એકે-૪૭. ૮ પિસ્તોલ અને ૭૦ ગ્રેનેડ આતંકી પાસેથી મળ્યા છે. સમગ્ર મામલે સેનાનું કહેવું થે કે પાકિસ્તાન કાશ્મીરમાં પરિસ્થિતી બગાડવા માગે છે. જેથી કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી હવે વધી છે.HS