ભારત પાકિસ્તાનની પાછળ પડી ગયું છેઃપૂર્વ સુકાની શાહિદ આફ્રિદી

ઇસ્લામાબાદ, હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમે મેચથી ૫ મિનિટ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરી દીધો. સુરક્ષાને ધ્યાનમાં લેતા આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
ક્રિકેટનું મેદાન હોય કે ન હોય, ભારત અને પાકિસ્તાનની વચ્ચે મુકાબલો ચાલતો રહે છે. ઘણીવાર જાેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ખેલાડી ભારત વિશે કંઇક ને કંઇ નિવેદનબાજી કરતા રહે છે. આ વખતે પણ કંઇક આવું જ થયું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિકીએ ભારત પર નિશાનો સાધ્યો છે.
શાહિદ આફ્રિદી અને ક્રિકેટ પાકિસ્તાન સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન સામે આવ્યું છે. આ વાતચીત દરમિયાન આફ્રિદીને એક સવાલ પૂછવામાં આવ્યું કે ખેલાડીઓને જે ઈમેલ જનરેટ થયા તે ભારતથી થયા હતા. કારણ કે કાશ્મીર પ્રીમિયર લીગ બાબતે તેમને ખોટું લાગ્યું હતું અને તેમણે એનો હિસાબ ચૂક્તે કર્યો છે?
જેના પર આફ્રિદીએ કહ્યું, અમારે દુનિયાને જણાવવાનું છે કે અમે પણ એક દેશ છીએ અને તેના માટે અમારે અમુક એવા ર્નિણયો લેવા પડશે. અમારી પણ કોઇ ઈજ્જત છે. એક દેશ અમારી પાછળ પડ્યો છે પણ અન્ય દેશોએ પણ એ ભૂલ કરવી જાેઇઅ નહીં જે તે દેશ કરી રહ્યો છે. બધા શિક્ષિત રાષ્ટ્ર છે અને તેમણે ભારત જેવું કરવું જાેઇએ નહીં.
આફ્રિદીએ કહ્યું, પાકિસ્તાને અહીંના બોર્ડને, અહીંના ખેલાડીઓને-ક્રિકેટર્સને રાજી કર્યા તેમના બોર્ડ સાથે વાત કરીને, જેથી ક્રિકેટ ફરીથી પાકિસ્તાનમાં શરૂ થઇ શકે. ક્રિકેટ ફરી એકવાર પાકિસ્તાનમાં આવી હતી અને તે આંતકવાદીઓ સામે અમારી જીત હતી. બધાએ પોતાનું પાત્ર ભજવ્યું હતું. કોઇપણ પ્રવાસ એમ જ શરૂ થઇ જતો નથી, સુરક્ષાને જાેઇને જ પ્રવાસ શરૂ થાય છે.
જણાવીએ કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યા પછી ઈંગ્લેન્ડ મહિલા અને પુરુષ ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. પણ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. જેને લીધે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડ્યો.HS