આ કંપની ભારતમાં બનાવે છે એસી કન્ટ્રોલર, જે 30 ટકા સુધી વિજળી બચત કરશે
એસી કન્ટ્રોલર સુનિશ્ચિત કરશે કે, એસી ખાલી કેબિન, મીટિંગ રૂમો, કોન્ફરન્સ રૂમોમાં ચાલુ નહીં રહે. એસી ચાલુ કે બંધ કરવાની જરૂર પડશે નહિં
‘ઇમ્પેક્ટ બાય હનીવેલ’એ AC કન્ટ્રોલર, AI-આધારિત વીડિયો સર્વેલન્સ અને DIY કનેક્ટેડ સ્મોક ડિટેક્ટર પ્રસ્તુત કર્યા
ભારતના વિકસતા મિડ-માર્કેટ સેગમેન્ટની જરૂરિયાત પૂર્ણ કરવા સ્થાનિક રીતે વિકસાવેલા ત્રણ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા; આ અને અન્ય ઓફર અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે
પૂણે, ભારતમાં મિડ-માર્કેટ સેગમેન્ટની વધતી માગને પૂર્ણ કરવા ફોર્ચ્યુન 100 કંપની દ્વારા ઊભી કરવામાં આવેલી બ્રાન્ડ ઇમ્પેક્ટ બાય હનીવેલએ આજે દેશમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એસએમઇ)ની વિશિષ્ટ સમસ્યાઓનું સમાધાન કરવા સ્થાનિક રીતે વિકસાવેલા ત્રણ ઉત્પાદનો પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
આ “મેક ઇન ઇન્ડિયા” ઓફરમાં એસી કન્ટ્રોલર સામેલ છે, જે 30 ટકા સુધીના ઊર્જા ખર્ચની બચત કરી શકે છે, એક એઆઈ-આધારિત વીડિયો સર્વેલન્સ ઓફર છે અને ડીઆઇવાય કનેક્ટેડ સ્મોક ડિટેક્ટર છે. બ્રાન્ડ આ પ્લગ-એન્ડ-પ્લે કનેક્ટેડ ઉત્પાદનો અને સમાધાનો માટે અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા એની પહોંચ પણ વધારી રહી છે.
ભારતમાં બનેલો ઇમ્પેક્ટ બાય હનીવેલનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં અને એ ઉપરાંત એસએમઇ ગ્રાહકો માટે ઉત્પાદકતા અને સલામતી વધારવા, ખર્ચ ઘટાડવા અને નીતિનિયમોનું પાલન વધારવા ડિઝાઇન કરેલો છે.
હનીવેલ બિલ્ડિંગ ટેકનોલોજીસ, એશિયાના પ્રેસિડન્ટ આશિષ મોદીએ કહ્યું હતું કે, “ભારત નવીનતા, ઉત્પાદન અને સતત વૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ઇમ્પેક્ટ બાય હનીવેલની શરૂઆત થયા પછી અત્યાર સુધી ડિઝાઇન, હાર્ડવેર અને એપ-આધારિત સોફ્ટવેર ક્ષમતાઓમાં હનીવેલની સ્થાનિક એન્જિનીયરિંગ પ્રતિભાઓનો ઉપયોગ કરીને મજબૂત પ્રોડક્ટ પાઇપલાઇન બનાવી છે.
ભારતમાં અમારો એન્જિનીયરિંગનો બહોળો અનુભવ અમને સ્થાનિક જરૂરિયાતો સમજવામાં મદદરૂપ થાય છે અને અમને સ્થાનિક લોકો માટે સ્થાનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મદદ કરે છે. અમે અમારા ઉત્પાદનો માટેની ઊંચી માગ લઈને ખુશ છીએ અને ભારતમાં અમારા ગ્રાહકોને સેવા આપવા અમારી ઓફર વધારવા આતુર છીએ.”
ઇમ્પેક્ટ એસી કન્ટ્રોલર બેટરીથી સંચાલિત છે, ડીઆઇવાય ઓફર છે, જે લઘુ અને મધ્યમ કદની વાણિજ્યિક બિલ્ડિંગો માટે બનાવવામાં આવ્યું છે. આ કેટેગરીની બિલ્ડિંગ્સ સામાન્ય રીતે તેમની કૂલિંગની જરૂરિયાતો માટે સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગ પર નિર્ભર હોતી નથી,
પણ રિમોટ-કન્ટ્રોલ્ડ સ્પ્લિટ, કેસેટ અને વિન્ડો એસીનો ઉપયોગ કરે છે, જેને ચાલુ કે બંધ કરવા માનવીય હસ્તક્ષેપની જરૂર પડે છે. એસી કન્ટ્રોલર સુનિશ્ચિત કરશે કે, એસી ખાલી કેબિન, મીટિંગ રૂમો, કોન્ફરન્સ રૂમોમાં ચાલુ નહીં રહે. લઘુ અને મધ્યમ કદની બિલ્ડિંગમાં એસી વીજળીનો સૌથી વધુ વપરાશ કરે છે. હનીવેલની ઓફર ઊર્જાના ખર્ચમાં 30 ટકા સુધીની બચત કરી શકે છે.
ઇમ્પેક્ટ એઆઇ-આધારિત વીડિયો સર્વેલન્સ ઓફરમાં સંકલિત કેમેરા-પ્રોસેસર સેટઅપ છે, જે એજ પર એનાલિટિક્સ કરે છે તથા તાત્કાલિક ઇન્ટેલિજન્ટ રીતે યુઝરને મોબાઇલ એપ મારફતે એલર્ટ આપે છે.
આ વીડિયો એનાલીટિક્સ હાથ ધરવા મોંઘા સર્વર્સ કે નેટવર્ક બેન્ડવિડ્થ વધારવા માટે રોકાણની જરૂરિયાત દૂર કરે છે. પ્રોડક્ટ પ્રોપ્રાઇટરી અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે અને એના ક્લાઉડ માળખા મારફતે ડેટા એનાલીટિક્સ ઓફર કરે છે. આ સબસ્ક્રિપ્શન-આધારિત એંગેજમેન્ટ મોડલ ઓફર કરે છે.
ઇમ્પેક્ટ વાયરલેસ સ્મોક ડિટેક્ટર બિલ્ડિંગો માટે ડીઆઇવાય ઓફર છે, જેમાં ફાયર ડિટેક્શન સિસ્ટમનું વિસ્તૃત ઇન્સ્ટોલેશન શક્ય નથી. આ પ્રોડક્ટ લોકોને મૂળભૂત ફાયર સેફ્ટી પ્રદાન કરશે અને ભારતમાં અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર એનું વેચાણ થશે.
ભારતમાં મધ્યમ-આવક ધરાવતા કુટુંબોની સંખ્યા વર્ષ 2030 લગભગ બમણી થઈ જશે, જે એસએમઈને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાની તક પ્રદાન કરે છે. ઉપરાંત ભારત સરકારનું આત્મનિર્ભર ભારત અભિયાન એસએમઇ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે એવી અપેક્ષા છે, જે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે.
ઇમ્પેક્ટ બાય હનીવેલ, હનીવેલ બિલ્ડિંગ ટેકનોલોજીસના જીએમ જસ્મીત ભાટિયાએ કહ્યું હતું કે, “ઇમ્પેક્ટ બાય હનીવેલ અમને ઉપયોગ, ઇન્સ્ટોલ અને મેઇન્ટેન કરવામાં સરળ ઉત્પાદનો સાથે અમને વધારે બિલ્ડિંગના ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે, જે તેમના કાર્યકારી ખર્ચ પર બચત કરવામાં તેમને મદદ કરવાની તેમની જરૂરિયાતો માટે આદર્શ છે. આ ઉત્પાદનોની ડીઆઇવાય કામગીરી અમને આ ઉત્પાદનો તેમને આ ગ્રાહકોને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓફર કરવા સક્ષમ પણ બનાવે છે.”
ઇમ્પેક્ટ બાય હનીવેલનો પોર્ટફોલિયો તમામ બિલ્ડિંગ ટેકનોલોજીસ તથા સલામતી અને ઉત્પાદકતા સમાધાનોમાં પથરાયેલો છે. એની શરૂઆત થયા પછી અત્યાર સુધી ઇમ્પેક્ટ બાય હનીવેલએ એસએમઈ ગ્રાહકો માટે ઉત્પાદનો અને સમાધાનોનો મજબૂત પોર્ટફોલિયો વિકસાવ્યો છે.