આગામી ત્રણ દિવસમાં ૬૦થી ૧૫૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ગાંધીનગર, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી.
હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે.
આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ ૬૦ કિલોમીટરની છે. જે આવતીકાલે ૮૦થી ૯૦ કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે ૧૫૦ કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં આવતી કાલે સવારના સમયે ડિપ્રેશનની અસર જાેવા મળી શકે છે.
ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરન કોસ્ટ સુધી પહોંચશે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ૨૯ સપ્ટેમ્બરે બપોરે બે વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના ૧૭ જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય ૬ અન્ય ૩, પંચાયત હસ્તકના ૧૯૭ અને એક નેશનલ હાઈવે સહિત કુલ ૨૦૭ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે.
વરસાદને પગલે રાજ્યમા એનડીઆરએફની ૨૦માંથી ૧૭ અને એનડીઆરએફની ૧૧માંથી ૮ ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. SDRFની ૨૦ પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે જીડ્ઢઇહ્લની ૧૧ પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.