આ રાજ્ય સરકારે કર્યા, ૫૩ લાખ કુટુંબનાં ૧૨૦૦ કરોડનાં વીજબિલ માફ

ચંદિગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સરકારે મતદારોને ફાયદો કરાવી દીધો છે. નવા સીએમ ચરણજિત સિંહ ચન્નીએ મોટુ એલાન કરીને કહ્યુ છે કે, રાજ્યમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનુ વીજ બિલ માફ કરવામાં આવી રહ્યુ છે.
આ પૈસા સરકાર પોતે વીજ કંપનીઓને ચુકવશે. તેનાથી પંજાબમાં ૫૩ લાખ પરિવારનો ફાયદો થશે. સરકારે બે કિલો વોટ સુધી વીજળીનો ઉપયોગ કરનારાના બિલ માફ કરવાનુ નક્કી કર્યુ છે.
એટલુ જ નહીં વીજ બિલ નહીં ભરવાના કારણે જેમના જાેડાણો કાપવામાં આવ્યા છે તેમને જાેડાણો ફરી ચાલુ પણ કરવામાં આવશે. કોંગ્રેસે આ ર્નિણય લઈને એક રીતે જાેવામાં આવે તો આમ આદમી પાર્ટીના વાયદાની હવા કાઢી નાંખી છે. કારણકે આપ દ્વારા પંજાબમાં પણ આગામી ચૂંટણી માટેના પ્રચારના ભાગરૂપે લોકોને મફત વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ કહ્યુ હતુ કે, પંજાબમાં સરકાર બની તો ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટી ચીફ અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે પંજાબની મુલાકાતે છે અને તેઓ રાજ્ય માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરે તેવી શક્યતા છે.SSS