રાજુ ૩ દિવસ અ’વાદ તો એક દિવસ રાજકોટ રોકાયો
વડોદરા, વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં છેલ્લા ૯ દિવસથી પોલીસને હફાંવતા રાજુભટ્ટની આખરે જુનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના સત્તાવાર સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ગૌત્રી પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ દાખલ થયા બાદ રાજુ ભટ્ટ વડોદરા છોડીને ભાગી ગયો હતો.
આ દરમિયાન તે ૩ દિવસ સુધી અમદાવાદમાં તો એક દિવસ રાજકોટમાં રોકાયો હતો અને ત્યાંથી અઢી દિવસ જુનાગઢમાં રોકાયા બાદ વેરાવળ જવાની ફિરાકમાં હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રાજુ ભટ્ટને ભાગાડવામાં જેની મહત્વની ભુમિકા હતી તેવા હોટલના હાર્મનીના માલિક કાનજી મોકરિયાની પણ સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી.
જાે કે, તેના ગણતરીના કલાકોમાં જ રાજુ ભટ્ટને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગૌત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સ્થાનિક પોલીસ કંઈ ઉકેલી ન શકતા કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને એક તબક્કે પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ કેસમાં ઢીલાશ વર્તવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા હતા.
વડોદરાની ગૌત્રી પોલીસ સ્ટેશનમાં ૧૯ સપ્ટેમ્બરના રોજ એલએલબીમાં અભ્યાસ કરતી મૂળ હરિયાણાની ૨૪ વર્ષની વિદ્યાર્થિનીએ પોતાના પર રેપ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન પોલીસની પકડથી દૂર હતા.
દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને જુનાગઢ પોલીસ દ્વારા જાેઈન્ટ ઓપરેશનમાં રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. જાે કે, અશોક જૈન હજી પણ ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, અશોક જૈને કરેલી આગોતરા જામીનની અરજી પર પણ સુનાવણી થવાની છે.
પ્રાપ્ત અહેવાલોઅ અનુસાર વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે રાજુ ભટ્ટના નિઝામપુરા, મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી ૩ કાર કબજે કરી હતી. આ ઉપરાંત આરોપી અશોક જૈનની ૨ કાર પણ જપ્ત કરી હતી. જાે કે, હવે આરોપીઓની કબજે કરેલી કારની પણ એફએસએલ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.SSS