અમદાવાદમાં ફ્રેન્ડશીપ કલબના નામે છેતરપીંડીનું કૌભાંડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/Friendship-Club.jpg)
નવરંગપુરામાં રહેતી મહિલા ઠગાઈનો ભોગ બનીઃ પોલીસે ફોન નંબરના આધારે શરૂ કરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે ખાસ કરીને ફેન્ડશીપ કલબના બહાના હેઠળ નાગરિકોને ફસાવી તેમની પાસેથી મોટી રકમની છેતરપીંડી આચરવાનું એક વ્યસ્થિત કૌભાંડ ચાલી રહયુ છે અને તેમાં એક નવરંગપુરામાં રહેતી આધેડ મહિલા ફસાતા તેની સાથે છેતરપીંડી આચરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને ગઠીયાઓ નાગરિકો અને વહેપારીઓ સાથે છેતરપીંડી આચરી રહયા છે છેતરપીંડીની ઘટનાઓમાં મુખ્ય વહેપારીઓ ભોગ બનતા હોય છે અને આ ટોળકીઓમાં પરપ્રાંતિય લોકો સંડોવાયેલા હોય છે
જેના પરિણામે વિવિધ મહાજનો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે ગઠીયાઓ દ્વારા સામાન્ય નાગરિકોને પણ ફસાવવામાં આવી રહયા છે છેલ્લા ઘણા સમયથી ફ્રેન્ડશીપ કલબની જાહેરાતો કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં પુષ્કળ પ્રમાણમાં આવી જાહેરાતો જાવા મળે છે અને આવી લોભામણી જાહેરાતોથી યુવક-યુવતિઓ આકર્ષાતા હોય છે અને તેમાં ફસાઈ જાય છે. સૌ પ્રથમ ફ્રેન્ડશીપ કલબમાં જાડાવા માટે રજીસ્ટ્રેશન માટે રૂપિયા પડાવવામાં આવે છે શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક આધેડ મહિલા આ જાહેરાત વાંચી સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો
એક ન્યુઝ પેપરમાં છપાયેલી મોનીકા ફ્રેન્ડશીપ કલબની જાહેરાત વાંચ્યા બાદ આ મહિલાએ તેમાં બતાવેલા ફોન નંબર પર ફોન કર્યો હતો જાહેરાતમાં રોજના ર૦ થી રપ હજાર કમાવો તેવી જાહેરાત આપવામાં આવી હતી અને આ મહિલા આર્થિક સલાહકાર તરીકે કામ કરી રહી છે.
જાહેરાતમાં બતાવેલ ફોન નંબર પર ફોન કરતા જ મોનીકા ફ્રેન્ડશીપ કલબના મેનેજર રાકેશ તિવારીએ આ મહિલાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે સૌ પ્રથમ ૪૦૦ રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવી પડશે આ ઉપરાંત ફોન પર અન્ય લાલચો પણ આપવામાં આવી હતી અને આ માટે એડવાન્સ રૂપિયા ભરવાનું જણાવવામાં આવ્યું હતું
મસાજ માટે પણ સેવાઓ આપતા હોવાની વાત જણાવવામાં આવી હતી. તિવારીએ આ મહિલા પાસે મસાજની કિટ જાતી હોય તો રૂ.૧૦ હજાર ભરવા પડશે અગાઉ તેણે ૧પ હજાર રૂપિયા ભર્યાં હતાં અને ત્યારબાદ વધુ ૧૦ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ફ્રેન્ડશીપ કલબમાં મણિનગર વિસ્તારનું સરનામુ આપવામાં આવ્યું હતું જેથી મહિલાને શંકા જતા તેણે જાહેરાતમાં બતાવેલ સ્થળ પર જઈને તપાસ કરી હતી.
શંકાના આધારે મહિલાએ મણિનગર વિસ્તારમાં પહોંચી જઈ તપાસ કરતા ત્યાં મોનીકા ફ્રેન્ડશીપ નામની કંપનીની કોઈ ઓફિસ જ હતી નહી તેથી તાત્કાલિક આ મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પહોચી જઈ સમગ્ર હકીકત જણાવી હતી વધુ નાગરિકો આ ષડયંત્રનો ભોગ ન બને તે માટે થઈ આધેડ મહિલાએ આ ફરિયાદ નોંધાવી હતી મહિલાના ફોનમાંથી થયેલા ફોન તથા આવેલા ફોન નંબર પણ પોલીસે મેળવી લીધા છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.