ભિલોડામાં ભયાનક અકસ્માતઃ યુવાનનું મોત

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે લાટી બજાર સામે ઈડર-શામળાજી મેઈન ધોરીમાર્ગ પર મારૂતી સુઝુકી બ્રેઝા કાર ચાલકે સ્ટેરીંગ પર થી એકા-એક કાબુ ગુમાવતા આંખના પલકારામાં કાર પલટી ખાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.
બંને મિત્રો શામળાજી થી ભિલોડા તરફ ધરે આવતા હતા.પ્રિન્સ જશવંતભાઈ ભગોરા તેઓની મારૂતિ સુઝુકી બ્રેઝા કાર નંબર. જી.જે.૩૧.એ.૮૩૮૦ પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારતા ભિલોડામાં લાટી બજાર ત્રણ રસ્તા પાસે ડીવાઈડર સાથે કાર ધડાકાભેર ટકરાતા કાર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયેલ છે.
આશાસ્પદ યુવાન ચિઠોડા પી.એચ.સી સેન્ટરમાં ફરજ બજાવતા આશુતોષ મહેન્દ્રભાઈ નિનામા (આશરે ઉંમર વર્ષ-૨૨) રહેવાસી.તિરૂપતિ સોસાયટી, ભિલોડા નું અકસ્માત દરમ્યાન મોત નિપજ્યું હતું. ધટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
કાર પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાતા કારમાં બેઠેલા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું પરિવારજનો હૈયાં ફાટ રૂદન કરતા હતા.યુવાનનો મૃતદેહ કોટેજ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો હતો.અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડાના હાર્દસમા લાટી બજાર પાસે અવાર નવાર ગોઝારા વળાંક પર અકસ્માતો સર્જાતા હોય ત્યારે સામાજીક કાર્યકર રામઅવતારજી શર્મા,અનિકેતભાઈ પટેલ સહિત જાગૃત ગ્રામજનોએ જણાવ્યું હતું વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સત્વરે બમ્પ બનાવવા જાેઈએ તેમ જણાવ્યું હતું.