ઘરના માલિકે ૩૭ ખરબ ૯૩ કરોડ ૭ લાખમાં ઘર વેચવા કાઢયું
વોશિંગ્ટન, શું આપ દુનિયાના સૌથી આલિશાન ઘરને પોતાનું બનાવા માગો છો, આ ઘરની સુવિધાઓ જાેશો તો આપની આંખો પહોંળી થઈ જશે. અમેરિકામાં બનાવેલું આ ઘર એટલું મોટુ અને સુવિધાથી ભરેલુ છે, તેની સામે રાજા રજવાડાની હવેલીઓ પણ ફેલ છે.
દુનિયાનું આ સૌથી મોંઘુ અને આલીશાન ઘરની થોડા દિવસમાં બોલી લાગવાની છે. આપ ઈચ્છો તો આ બોલીમાં ભાગ લઈને સુખ સુવિધાનો આનંદ કાયમ માટે લઈ શકો છો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કેલિફોર્નિયાના સુરમ્ય પહાડી વિસ્તારમાં આવેલા આ ઘરનું નામ The One છે.
જેનો એરિયા લગભગ ૧૦ હજાર વર્ગ ફૂટ છે. આ ઘરમાં ૨૧ આલિશાન બેડરૂમ, ૪ સ્વીમીંગ પુલ, ૪૫ સીટોવાળું સિનેમા હોલ, ૩૦ કાર રાખી શકાય તેવું ગેરેજ, દોડવા માટે રનિંગ ટ્રેક, એક ઈંડોર સ્પા, એક બ્યૂટી સલૂન આવેલું છે. આ ઘર ચારેબાજૂથી ખુલ્લુ છે અને ત્યાંથી આખા શહેરનો સુંદર નજારો જાેવા મળે છે.
આ ઘરની પાડોશમાં હોલીવૂડ સ્ટાર જેનિફર એનિસ્ટન અને ટેસ્લાના બોસ એલોન મસ્ક રહે છે. એક રિપોર્ટમાં જણાવ્યાઅનુસાર આ આલિશાન ઘરને ખરીદવા આપ ઈચ્છતા હોવ તો આપ ફક્ત ૫૦૦ મિલિયન ડોલર એટલે કે ૩૭ ખરબ ૯૩ કરોડ ૭ લાખ રૂપિયા કિંમત આપવી પડશે. કારણ કે આ ઘરના માલિકે તેની શરૂઆતી કિંમત આ લગાવી છે.
કે, માનવામાં આવી રહ્યુ છે કે, આ ઘરને તેનાથી પણ સસ્તામાં ખરીદી શકાય તેમ છે. ઘરના માલિક પર ૧૬૫ મિલિયન ડોલર એટલે કે, લગભગ ૧ ખરબ, ૨ અબજ અને ૨૪ કરોડનું દેવું છે.
જેને ચુકવવા માટે તે પોતાની નક્કી કરેલી કિંમત કરતા પણ ઓછા ભાવે આપવા તૈયાર થઈ શકે છે. આ ઘરનું ઈંટીરિયર ફિલ્મ નિર્માતામાંથી ડેવલપર બનેલા Nile Niamiyuએ ડિઝાઈન કર્યુ છે. તેમણે આ કામને પુરુ કરવા માટે લગભગ ૭ વર્ષ લગાવ્યા હતા. આ શાનદાર ઘરનું લે આઉટ અને ઈંટીરિયરની ચર્ચા થતી રહે છે. પણ લોકો ફોટો જાેયો નહોતો.
જાે કે હવે ઘરના માલિકે પહેલી વાર દુનિયાના સૌથી આલિશાન ઘરની તસ્વીર પબ્લિકલી શેર કરી છે. જે બાદ લોકો આ ઘરની સુંદરતા અને સુવિધા જાેઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે. ઘરના માલિકને આશા છે કે, તસ્વીર જાેઈને લોકો વધારેમાં વધારે બોલી લગાવશે.
આ શાનદાર ઘરની ડિઝાઈન આર્કેટેક્ટ Paul McCleanએ તૈયાર કર્યુ હતું. જાે અમેરિકાના સૌથી મોંઘા ઘરના વેચાણનો રેકોર્ડ તપાસમાં આવે તો, આ સિદ્ધી અબજાેપતિ કેન ગ્રિફિનના નામે છે.SSS