Western Times News

Gujarati News

થેલેસેમિયાથી પીડાતા પુત્રની સારવાર માટે બચત કરેલા નાણાં તસ્કરો ઉઠાવી ગયા

વેજલપુર વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવ : પુત્રને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો અને ઘરે તસ્કરો ત્રાટક્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓ અવિરતપણે વધી રહી છે જેના પરિણામે સામાન્ય નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે તસ્કરો સામાન્ય નાગરિકોની પરસેવાની કમાણી ચોરી અને લુંટ કરતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે આ પરિસ્થિતિમાં   શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનના ફતેવાડી કેનાલ પાસે રહેતા એક યુવક તેના માસુમ પુત્રને થેલેસેમિયાની બીમારીથી પીડાતો હોવાથી તેની સારવાર માટે છુટક મજુરી કરી પરિવારનુ ભરણપોષણ તથા બચત કરતો હતો પરંતુ તસ્કરો બચતની રકમ ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

આ અંગેની વિગત એવી છે કે મુળ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના સાકર ગામનો સઈદભાઈ અબ્બાસભાઈ બેલીમ રોજીરોટી મેળવવા માટે અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનના ફતેહવાડી કેનાલ પાસે ફરહીન રો હાઉસમાં રહેવા આવ્યો હતો અને પોતે છુટક મજુરી કરી પરિવારનુ ભરણપોષણ કરતો હતો અહીયા તે તેની પત્નિ  યાસ્મીનબાનુ અને બંને બાળકો સાથે રહે છે સંતાનમાં તેને બે બાળકો છે જેમાં પુત્ર સમીર થેલેસેમિયાના રોગથી પીડાય છે જેની ઉ.વ.૧ છે સમીરને થેલેસેમીયા હોવાથી તેને લોહી ચડાવવું પડે છે અને આ માટે તેની સારવાર સિવિલ હોસ્પીટલમાં ચાલી રહી છે

તેને લોહી ચડાવવાનું હોવાથી તેને દાખલ કરવામાં આવ્યો હતો અને માતા પિતા તેની સાથે જ હોસ્પિટલમાં   હતા આ દરમિયાનમાં ગઈકાલે સવારે તેની બહેન જાહરાબેનનો ફોન આવ્યો હતો કે ઘરના પાછળનો દરવાજા ખુલ્લો છે અને બારી પણ તુટેલી જાવા મળે છે જેથી શહીદભાઈ ગભરાયા હતા અને તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા ઘરમાં જાતા જ પાછળનો દરવાજા ખુલ્લો હતો અને રૂમમાં મુકેલી લોખંડની તીજારી પણ તુટેલી હાલતમાં જાવા મળી હતી અને ઘરમાં પડેલો માલ સામાન વેર વિખેર જાવા મળ્યો હતો.

પુત્રની સારવાર માટે શહીદભાઈ છુટક મજુરી કરી બચત કરતા હતા અને તેમણે આ માટેની રકમ પણ ભેગી કરી હતી તીજારીમાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત રૂપિયા રોકડ રકમ મુકેલી હતી તસ્કરો તીજારીમાંથી ૬૦ હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ચોરીની આ ઘટનાથી શહીદભાઈ માનસિક રીતે ભાંગી પડયા છે ઘટનાની જાણ વેજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક પહોચી ગયા હતા અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.