૧ ગ્રામ અગરવુડના લાકડાની કિંમત લગભગ ૭ લાખ છે
નવી દિલ્હી, મોટાભાગના લોકો હીરા કે સોનાને જ દુનિયાનો સૌથી મોંઘી વસ્તુ માને છે. પરંતુ જાે અમે કહીએ કે હીરા અને સોના કરતાં લાકડું મોંઘું છે, તો તમે માનશો? જી હાં, વિશ્વના દુર્લભ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ મોંઘી છે. તો ચાલો તમને આ લાકડા વિશે વધુ માહિતી આપીએ.
અકીલારિયાના ઝાડમાંથી મળતું અગરવુડ જ એ કિંમતી લાકડું છે, જેને ઈગલવુડ અથવા એલોસવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડું ચીન, જાપાન, ભારત, અરેબિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જાેવા મળે છે.
અગરવુડનું લાકડું વિશ્વનું દુર્લભ છે. તે સૌથી મોંઘું વેચાતું લાકડું છે. આ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ મૂલ્યવાન છે. હાલ ભારતમાં એક ગ્રામ હીરાની કિંમત ૩,૨૫,૦૦૦ રૂપિયા છે, જ્યારે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૪૭,૬૯૫ રૂપિયા છે. પરંતુ માત્ર ૧ ગ્રામ અગરવુડના લાકડાની કિંમત ૧૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૭ લાખ રૂપિયા થાય છે.
ઉલ્લેખનીય છે કે, અગરવુડને જાપાનમાં ક્યાનમ અથવા ક્યારા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ લાકડામાંથી અત્તર અને પરફ્યુમ બનાવવામાં આવે છે. આ લાકડા સડી ગયા પછી તેનો ઉપયોગ અત્તરના ઉત્પાદનમાં થાય છે. એટલું જ નહીં, અગરવૂડના રેઝિનમાંથી ઓડ તેલ પણ કાઢવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તેલનો ઉપયોગ સેન્ટમાં થાય છે અને આજના સમયમાં આ તેલની કિંમત ૨૫ લાખ રૂપિયા પ્રતિ કિલો છે! ખૂબ કિંમતી હોવાને કારણે અગરવૂડને ભગવાનનું લાકડું એટલે કે વૂડ ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે.
મહત્વનું છે કે, હોંગકોંગ, ચીન, જાપાનના વિસ્તારમાં અકીલારિયાના ઘણા વૃક્ષો છે, પરંતુ તેમાંથી મળતું અગરવૂડ એટલા કિંમતી છે કે અહીં મોટા પાયે તેની કાપણી અને દાણચોરી થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ લાકડાની એટલી બધી દાણચોરી થઈ રહી છે કે અકીલારિયા વૃક્ષની પ્રજાતિ નાબૂદ થઈ રહી છે. અહેવાલ અનુસાર, એશિયન પ્લાન્ટેશન કેપિટલ કંપની અકીલારિયા વૃક્ષો સાથે સંબંધિત એશિયાની સૌથી મોટી કંપની છે. તે વૃક્ષોની પ્રજાતિઓને બચાવવાના કામમાં લાગી છે અને હોંગકોંગ સહિત ઘણા દેશોમાં વૃક્ષારોપણનું કામ પણ કર્યું છે.SSS