રણબીર કપૂર આલિયા ભટ્ટ માટે બોડીગાર્ડ બન્યો
મુંબઈ, લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર થોડા દિવસ રહેલા જ પ્રાઈવેટ પ્લેનમાં જાેધપુર ગયા હતા. મંગળવારે રણબીર કપૂરનો ૩૯મો બર્થ ડે હતો ત્યારે તેણે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે તળાવના કિનારે બર્થ ડે ઉજવ્યો હતો. તળાવના કિનારે સૂર્યાસ્ત જાેતાં રણબીર અને આલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મિનિ વેકેશન પૂરું કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈ આવવા નીકળ્યા છે. જાેધપુર એરપોર્ટ પર પહોંચેલા રણબીર અને આલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એરપોર્ટ પર આલિયા બ્રાલેટ ટોપ, ઓવરસાઈઝ્ડ વ્હાઈટ જેકેટ અને ડેનિમમાં જાેવા મળી હતી. જ્યારે રણબીર કપૂર બ્લેક હુડી અને કાર્ગો પેન્ટ તેમજ બીની કેપમાં જાેવા મળે છે. બંને એક્ટર્સે ગોગલ્સ પહેર્યા હતા. બી-ટાઉનના આ લવબર્ડ્સ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા.
એ વખતે પ્રોટેક્ટિવ બોયફ્રેન્ડની જેમ રણબીર આલિયાને લોકોથી બચાવતો જાેવા મળ્યો હતો. આ વિડીયો જાેઈને રણબીર-આલિયાના ફેન્સ આનંદથી ઉછળી પડ્યા છે. આલિયા-રણબીરનો એક વિડીયો ફેન પેજ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જીપમાંથી ઉતરતાં જાેવા મળી રહ્યા છે.
એરપોર્ટનો વિડીયો જાેતાં અંદાજાે લગાવી શકાય છે કે, રણબીર-આલિયા જીપમાંથી ઉતરીને જે સફેદ કાર ઊભી હતી તેમાં બેસીને એરપોર્ટ સુધી પહોંચ્યા હતા. આલિયા અને રણબીર એક લક્ઝરી સફારી કેમ્પમાં રોકાયા હતા. જ્યાં તેમણે કેટલાક ફેન્સ સાથે ખેંચાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણબીર કપૂરના બર્થ ડે પર આલિયાએ તેની સાથે સૂર્યાસ્ત નિહાળતી તસવીર શેર કરી હતી.
આ તસવીર શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “હેપી બર્થ ડે મારી જિંદગી.” આ તસવીર શેર કરતાં જ નીતૂ કપૂર, શાહીન ભટ્ટ, અનુષ્કા શર્મા, રિદ્ધિમા કપૂર સહાની અને મનીષ મલ્હોત્રાએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જાેવા મળશે.SSS