ધ કપિલ શર્મા શોમાં નવજાેત સિદ્ધુ કમબેક કરે તેવી ચર્ચા
મુંબઈ, નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યપક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ જ્યાં એક તરફ રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે, તે બીજી તરફ આ કારણથી અર્ચના પૂરણ સિંહને પણ લોકો ટ્રેન્ડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યા છે કે, હવે નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામાના કારણે અર્ચના પૂરણ સિંહની નોકરી સંકટમાં છે.
ઉલ્લેખનીય છે કે, ધ કપિલ શર્મા શો’માં અર્ચના પૂરણ સિંહે નવજાેત સિંહ સિદ્ધુને રિપ્લેસ કર્યા હતા. સિદ્ધુ, કપિલ શર્માની સાથે કોમેડી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્માના સમયથી જાેડાયેલા હતા. તેમણે ‘ધ કપિલ શર્મા શો’માં પણ ખુરશી સંભાળી હતી. પરંતુ બાદમાં વિવાદ થતાં સિદ્ધુને શોમાંથી બહાર થવું પડ્યું હતું અને મેકર્સે અર્ચનાને લીધી હતી. અર્ચના પૂરણ સિંહ ૨૦૧૯થી ધ કપિલ શર્મા શોનો ભાગ છે.
પરંતુ સિદ્ધુના રાજીનામા બાદ અર્ચના ટ્રેન્ડ થઈ રહી છે અને તેના પર બનેલા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. અર્ચનાનું પણ આ અંગે રિએક્શન સામે આવ્યું છે. તેણે પોતાના પર બનેલા મીમ્સને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે અને લખ્યું છે ‘કિસ્સો ખુરશીનો.
ધ કપિલ શર્મા શોના ગત વીકએન્ડના એપિસોડમાં અર્ચના પૂરણ સિંહે સિદ્ધુના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર પોતાના સાથે જાેડાયેલો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી ત્યારે લોકોએ તેના ઘરે ફૂલ મોકલ્યા હતા અને શુભકામના પાઠવી હતી.
આ જ એપિસોડમાં તેણે સિદ્ધુ પર કટાક્ષ પર કર્યો હતો. કપિલ શર્માએ ‘ઈન્ડિયન આઈડલ ૧૨’માં પોતાની જગ્યાએ સોનુ કક્કડને બેસાડવા પર સવાલ કર્યો ત્યારે નેહા કક્કડે કહ્યું હતું કે, જ્યારે ખુરશી છોડીએ ત્યારે પોતાની જ વ્યક્તિને છોડીને જવું જાેઈએ. તો અર્ચનાએ સિદ્ધુ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે ‘અન્ય કોઈએ આ સલાહ પહેલા લીધી હોત તો, આ ખુરશી ખાલી ન છોડી હોત ઉલ્લખેનીય છે કે, પુલવામા થયેલા આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યા બાદ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શોમાંથી હટાવવામાં આવ્યા હતા.SSS