ગોકુલધામ સોસાયટીમાંથી ભીડેનું સખારામ ગાયબ થશે
મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ભારતીની આઝાદીના ૭૫ વર્ષ થયા છે ત્યારે રંગારંગ કાર્યક્રમમાં ગોકુલધામવાસીઓ વિવિધ આઝાદીના લડવૈયાઓના પાત્ર ભજવી રહ્યા છે. શોના આગામી એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે પર મોટી મુસીબત આવવાની છે. ભીડેનું પ્રિય સ્કૂટર ‘સખારામ’ ગુમ થઈ જશે.
શોના આગામી એપિસોડમાં જાેશો કે, ભીડેએ સ્કૂટર તેની કાયમી જગ્યાએ પાર્ક કર્યું હતું. પરંતુ ભીડે નીચે આવીને જાેવે છે તો તેનું સ્કૂટર ગાયબ હોય છે. ભીડેને આશંકા છે કે, તેનું સ્કૂટર કોઈ ચોરી લીધું છે. વાત એમ થશે કે, માધવી અને ભીડે અથાણા-પાપડની ડિલિવરી માટે ‘સખારામ’ પર જવાના હતા. ભીડે નીચે આવીને સખારામને શરૂ કરવાનો ટ્રાય કરે છે પરંતુ થતું નથી.
ત્યારે ભીડે અને માધવી સ્કૂટર લીધા વિના જ જવાનું નક્કી કરે છે. ભીડે વિચારે છે કે પાછા આવ્યા બાદ તે સ્કૂટરને રિપેર કરશે. ગોકુલધામની બહાર જતી વખતે ભીડે અબ્દુલને કહીને જાય છે કે, તેના વહાલા સખારામ પર નજર રાખે. વર્ષોથી ગોકુલધામવાસીઓ જાેતા આવ્યા છે કે, ભીડે માટે તેનું સ્કૂટર કેટલું મહત્વનું છે.
ભીડે સ્કૂટરને પોતાના પરિવારનું સભ્ય માને છે. ત્યારે સખારામ ચાલુ ના થતાં માત્ર ભીડે જ નહીં ગોકુલધામવાસીઓ પણ પરેશાન થઈ જાય છે. છેવટે ભીડે સ્કૂટર મૂકીને સોસાયટીની બહાર જાય છે. આ તરફ અબ્દુલ પોતાની દુકાનના કામથી ઉતાવળમાં બહાર જાય છે અને ભીડેએ સ્કૂટરને સાચવવાનું કહ્યું હતું તે ભૂલી જાય છે.
જ્યારે સોસાયટીમાં કોઈ બહાર નથી દેખાતું ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિ ત્યાં આંટા મારે છે. તેની નજર સખારામ પર હોય છે. આ તરફ ભીડે અથાણા-પાપડની ડિલિવરી કરીને સોસાયટીમાં પાછો આવે છે ત્યારે સખારામ ગાયબ હોય છે. તેને આખી સોસાયટીમાં ક્યાંય સખારામ દેખાતું નથી. ભીડે સખારામને અબ્દુલના ભરોસે મૂકીને ગયો હતો ત્યારે સ્કૂટર ચોરાઈ જતાં અબ્દુલ પણ અપરાધભાવ અનુભવે છે. આ તરફ ભીડેની દુનિયા હલી ગઈ છે.SSS