ગૌરી ખાને શેર કરી આર્યન અને અબરામની તસવીર
મુંબઈ, બોલિવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનના ત્રણ બાળકો છે, આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. ગૌરી ખાને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બન્ને દીકરા આર્યન અને અબરામની એક સુંદર તસવીર શેર કરી છે, જે ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરમાં બન્ને ભાઈ વચ્ચેનું બોન્ડિંગ જાેવા મળી રહ્યું છે.
ગૌરી ખાને મંગળવારના રોજ પોતાના ટિ્વટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં આર્યન ખાન સોફા પર બેઠો છે અને તેના ખોળામાં નાનો ભાઈ અબરામ બેઠો છે. બન્ને ભાઈઓ વીડિયો ગેમ રમવામાં વ્યસ્ત છે. ગૌરી ખાને આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે-Boys Night Out. ઉલ્લેખનીય છે કે ફિલ્મ સ્ટડીઝ માટે અમેરિકા ગયેલો આર્યન તાજેતરમાં જ ભારત પાછો આવ્યો છે.
આર્યન હવે પિતા શાહરુખ ખાન સાથે ફિલ્મના સેટ પર જાય છે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના શૂટિંગમાં પણ તે શામેલ થયો હતો. હવે આર્યન ખાન પિતા શાહરુખ ખાનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે નસીબ અજમાવશે કે પછી ડિરેક્શનમાં જશે, તે હજી જાણવા નથી મળ્યું. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે આર્યન બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે.
પરંતુ સાથે સાથે એવી પણ વાતો સામે આવી રહી છે કે આર્યનને અભિનય નહીં પણ નિર્દેશનમાં રસ છે અને તે ડિરેક્શન ક્ષેત્રમાં આગળ વધશે. શાહરુખ ખાનની ફિલ્મની વાત કરીએ તો કિંગ ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ફિલ્મના એક બિગ બજેટ ગીતના શૂટિંગ માટે સ્પેન જવાના છે.
આ ગીતમાં યૂરોપના અદ્દભુત સ્થળોને શામેલ કરવામાં આવશે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની રીલિઝ માટે ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.SSS