ઓપ્પો રેનો6 પ્રો 5G દિવાળી એડિશનનું વેચાણ 3 ઓક્ટોબરથી શરૂ થશે
નવી દિલ્હી, તહેવારના આનંદ-ઉમંગ-ઉત્સાહને વધારવા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ ઓપ્પો રેનો6 પ્રો 5G દિવાળી એડિશન અને એન્કો બડ્સ બ્લૂની સ્પેશ્યલ ફેસ્ટિવ સિઝન સેલ 3 ઓક્ટોબર, 2021થી ફ્લિપકાર્ટ અને તમામ મેઇનલાઇન રિટેલર્સ પર શરૂ કરશે.
રૂ. 41,990ની કિંમત પર નવા ઓપ્પો રેનો6 પ્રો 5G દિવાળી એડિશનની ખરીદી કરનાર ગ્રાહકો ઓપ્પો રેનો6 પ્રો 5G દિવાળી એડિશન પર કિંમતો અને ઓફર્સનો રૂ. 10,000 સુધી લાભ લઈ શકે છે, જેમાં આઇસીઆઇસીઆઈ બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા રૂ. 4000 સુધીનું કેશબેક સામેલ છે.
ઉપરાંત તમામ ઓપ્પો પે ઝીરો ડાઉન પેમેન્ટ જદેવી લાભદાયક ધિરાણ યોજનાઓ ઓફર કરે છે તેમજ મેઇનલાઇન રિટેલર્સ અને ફ્લિપકાર્ટ પર ઓપ્પો પ્રીમિયમ સર્વિસીસ અને વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે.
નવી ઓપ્પો રેનો6 પ્રો5Gદિવાળી એડિશન મેચિંગ યુઆઈ અને ચાર્જિંગ ઇન્ટરફેસ સાથે મેજેસ્ટિક ગોલ્ડ કલરમાં આવશે. આ ડિવાઇઝ ઉદ્યોગમાં સૌપ્રથમ બોકેહ ફ્લેર પોર્ટ્રેટ વીડિયોની સુવિધા ધરાવે છે,
જે પોર્ટ્રેટ્સ અને એઆઈ હાઇલાઇટ વીડિયોમાં સિનેમેટિક બોકેહ ફ્લેર ઇફેક્ટ્સ પ્રદાન કરશે, જે તમને રિયલ-ટાઇમમાં પ્રોફેશનલ-ગ્રેડનો વીડિયો શૂટ કરવાની સુવિધા આપશે.
ઓપ્પો એન્કો બડ્સ બ્લૂપર કિંમત અને ઓફર
રૂ. 1,999ની કિંમત ધરાવતા ઓપ્પો એન્કો બડ્સ બ્લૂ 3થી 10 ઓક્ટોબર, 2021 વચ્ચે ફ્લિપકાર્ટ પર રૂ. 1,499ની લાભદાયક કિંમતે ઉપલબ્ધ થશે. નવા એન્કો બડ્સ બ્લૂ કોન્સર્ટ-જેવો ઓડિયો ઓફર કરશે, એઆઈ-આધારિત કોલ નોઇસ-કેન્સલેશન ટેકનોલોજી પર ગર્વ છે અને 24-કલાકની બેટરી લાઇફ સાથે આવશે.