૨૧,૦૦૦ કરોડનું ૩,૦૦૦ કિલો હેરોઈન કેસમાં ડ્રગ કાર્ટેલના મુખ્ય સૂત્રધારની ધરપકડ

લખનૌ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી આશરે રૂ. ૨૧,૦૦૦ કરોડની કિંમતનું ૩,૦૦૦ કિલો અફઘાન હેરોઇન જપ્ત કર્યાના એક પખવાડિયા પછી ડીઆરઆઈ લખનૌ અને નોઇડા યુનિટે આ ડ્રગ કાર્ટેલના મુખ્યસુત્રધારની શિમલાથી ધરપકડ કરી છે. 3000 kg afghan heroin-worth Rs. 21000-crore-seized from Mundra port container
સોમવારે મોડી રાત્રે લખનઉ અને નોઈડા પ્રાદેશિક એકમોની ટીમ દ્વારા આરોપીને તેના સહાયક અફઘાન દુભાષિયા સાથે પકડવામાં આવ્યો હતો. બંનેને બુધવારે નોઈડા લાવવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે ચાર અફઘાન નાગરિકો અને એક ઉઝબેક મહિલા સહિત આઠ ડ્રગ પેડલર પકડાયા હતા. જેમની પાસેથી ડીઆરઆઈ ને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે ભારતમાં ડ્રગ કાર્ટેલનો મુખ્યસુત્રધાર હિમાચલ પ્રદેશ ભાગી ગયો છે.