Western Times News

Gujarati News

ચીને તેના પ્રોજેક્ટથી ૪૨ દેશોને દેવાદાર બનાવી દીધા

નવી દિલ્હી, ચીને પોતાના મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ ઈનિશિએટિવ પર પાણીને જેમ પૈસો વહાવ્યો છે. ચીન તેના પર વર્ષે ૮૫ અબજ ડોલર ખર્ચ કરી રહ્યુ છે. જાેકે ચીનની દરિયાદીલી એમને એમ નથી. આ પ્રોજેક્ટ થકી ચીને દુનિયાના ૪૨ દેશોને પોતાના દેવાદાર બનાવી દીધા છે. આ દેશો પર ચીનનુ ૩૮૫ અબજ ડોલરનુ દેવુ થઈ ગયુ છે.

આ પૈકી કેટલાક દેશો પર તો તેની કુલ જીડીપીનુ ૧૦ ટકા સુધીનુ દેવુ થઈ ગયુ છે. એક સ્ટડી પ્રમાણે બેલ્ટ રોડ ઈનિશિએટિવના ૩૫ ટકા પ્રોજેક્ટસ સમસ્યાઓથી ઘેરાયેલા છે.જેમાં ભ્રષ્ટાચાર, શ્રમજીવી હિંસા, પર્યાવરણ અને લોકોના વિરોધ જેવા મુદ્દાઓ સામેલ છે. આ પ્રકારના પ્રોજેક્ટને અમલમાં લાવતા સરેરાશ ૧૦૪૭ દિવસનો સમય લાગતો હોય છે.

પ્રોજેક્ટમાં દુનિયાના ઘણા દેશો સામેલ છે. જાેકે અલગ અલગ દેશોમાં આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે લોકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે અને જે તે દેશની સરકારોને ચીન સાથે સબંધો લાખવા મુશ્કેલ થઈ ગયા છે. ચીનની સરકાર બીજા દેશોને લોન આપવાનુ વધારે પસંદ કરે છે અને મદદ ઓછી કરે છે. ચીનનો લોન અને મદદનો રેશિયો ૩૧ઃ૧નો છે. હવે ૪૨ દેશ ચીનના ભરડામાં ફસાઈ ચુકયા છે. આ દેશોએ ચીનને ૩૮૫ અબજ ડોલર ચુકવવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.