Western Times News

Gujarati News

ગુજરાત સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે

ગુજરાત સરકારના  સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે

શરૂઆતથી જ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે 365 દિવસ, કોઈ પણ સારસંભાળ માટેની રજા વગર હંમેશા ખુલ્લુ રહ્યું છે.

નવી એકવેટિક ગેલેરી, રોબોટીક ગેલેરી,નેચરપાર્ક જેવા આકર્ષણો સાથે 17 જુલાઇ 2021 થી ફરી શરૂ થયું ત્યારથી ગુજરાત સાયન્સ સિટીને દેશભરમાંથી મુલાકાતીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.

એકવેટિક ગેલેરી ખાતે વિશાળ સંખ્યામાં વિવિધ માછલીઓ અને જળચર પ્રજાતિઓ સાથે અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એકવેરિયમ તથા અન્ય થીમ આધારિત પેવેલિયન નિયમિત સારસંભાળ માંગી લે છે. અન્ય સાયંટિફિક ગેલેરીમાં રહેલા વિવિધ કાર્યરત કે બિનકાર્યરત નિદર્શન પણ નિવારક અને સુધારત્મ્ક સરસંભાળ માંગે છે.

અઠવાડિયાના અંતમાં ગેલેરીઓમાં મુલાકાતીઓના ભારે ધસારા બાદ નિયમિત સારસંભાળ માટે તમામ  રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સાયન્સ સેન્ટર્સ, સાયન્સ મ્યુઝિયમો અને પબ્લિકપાર્કની સાથે સુસંગતતામાં  સાયન્સ સિટી પણ દર સોમવારે બંધ રાખવાનું આયોજન છે.

ઉપરોકત બાબતને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે ગુજરાત સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021 થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.જે વિવિધ નિદર્શનો, સાધનો,મશીનરી તથા કેમ્પસમાં વિવિધ પેવેલિયનોમાં રહેલા લાઈવસ્ટોકની  અવિરત કાર્યક્ષમતામાં વધારો કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.