અભિનેત્રી રાખી સાવંત ફળ અને પાંદડા લગાવીને આવી
મુંબઈ, બિગ બોસ-૧૪માં ધમાલ મચાવી ચૂકેલી રાખી સાવંત બિગ બોસ-૧૫ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. માહિતી મુજબ રાખી સાવંતનો પતિ રાકેશ બિગ બોસ ૧૫માં જાેવા મળશે. જે પછી કહેવામાં આવી રહ્યું હતું કે, રાખી સાવંત પણ એના પતિ સાથે આ શોમાં બીજી વાર એન્ટ્રી કરવા માંગે છે.
જાેકે આ દરમિયાન રાખી સાવંતનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે, જેમાં એ ઉપરથી નીચે સુધી બિગ બોસ ૧૫ની જંગલ થીમમાં જાેવા મળી રહી છે. આ મજેદાર વીડિયોને શેર કરતાં રાખી સાવંતે પોતાના આ ડિફરેન્ટ લુકને એક્સાઇટિંગ ગણાવ્યો છે.
વીડિયોમાં રાખી સાવંત પાંદડા અને ફળો લાગેલા ડ્રેસિંગમાં જાેવા મળી રહી છે. વીડિયોમાં રાખી એમ કહેતી જાેવા મળી રહી છે કે, બિગ બોસ, હું રેડી છું બિગ બોસ ૧૫ માટે. આ વખતે તમારો જંગલનો કોન્સેપ્ટ છે અને તમે મને જુઓ હું એકદમ જંગલી બનીને આવી છું.
રાખી એમ પણ કહી રહી છે કે, બિગ બોસ ૧૫ આવી રહ્યું છે અને એમનો કોન્સેપ્ટ છે જંગલનો. જંગલમાં જઇને મારું મંગળ થઇ જશે જે પછી દંગલ કરીશું. ત્યાં મારે ભૂખ્યા રહેવાની જરુર નથી.SSS