નિમૃત કૌર સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે
મુંબઈ, ફિલ્મો અને ટીવી સીરિયલોની સાથે સાથે હવે વેબ સીરિઝનો પણ દર્શકો પર ભારે દબદબો છે. લોકો વેબ સીરિઝ જાેવાનું ખૂબ પસંદ કરે છે. આ જ કારણોસર ઘણાં ટીવી કલાકારો ઓટીટી ક્ષેત્રમાં પોતાનું કરિયર આગળ વધારી રહ્યા છે. આ યાદીમાં તાજેતરમાં જ એક નવું નામ જાેડાયું છે, આ નામ છે નિમૃત કૌર.
રિપોર્ટ અનુસાર નિમૃત કૌર સંજય લીલા ભણસાલીના પ્રોજેક્ટ સાથે ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નિમૃત કૌર અત્યારે ટીવીના લોકપ્રિય શૉ છોટી સરદારનીમાં જાેવા મળી રહી છે.
નિમૃત આ સીરિયલમાં મુખ્ય ભૂમિકામાં જાેવા મળી રહી છે. હવે તે સંજય લીલા ભણસાલીના બિગ બેનર વેબ શૉ હીરામંડીમાં જાેવા મળી શકે છે. સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, નિમૃત ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની છે. સંજય લીલા ભણસાલીની અપકમિંગ વેબ સીરિઝ હીરામંડીમાં તેની રસપ્રદ ભૂમિકા છે.
અભિનેત્રીએ હજી સુધી આ બાબતે કોઈ જાણકારી નથી આપી અને આ સમાચારની સત્તાવાર પૃષ્ટિ પણ નથી થઈ શકી. તાજેતરમાં જ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ હીરામંડીની જાહેરાત કરી હતી. આ વેબ સીરિઝને નેટફ્લિક્સ પર પ્રસારિત કરવાની યોજના ડિરેક્ટરે બનાવી છે. આ શૉ લાહોરમાં સ્થિત હીરામંડીની વાર્તાઓને દર્શાવશે.
આ વેબ સીરિઝમાં ૧૯૪૭ પહેલાનો સમય પણ જાેવા મળશે. નિમૃત કૌર એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે. તેણે વર્ષ ૨૦૧૮માં ફેમિના મિસ ઈન્ડિયા મણિપુરનો ખિતાબ જીત્યો હતો. તેણે મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની સાથે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કામની શરુઆત કરી હતી. નિમૃત કૌર એક વકીલ, થિએટર આર્ટિસ્ટ અને સામાજિક કાર્યકર્તા પણ રહી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અમૃત અત્યારે છોટી સરદારની સીરિયલમાં સહરના પાત્રમાં જાેવા મળી રહી છે.SSS