Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટ 2030 સુધીમાં 25000 ઈલેક્ટ્રીક વાહનો સપ્લાય ચેઈનમાં જોડવા પ્રતિબધ્ધ

ફ્લિપકાર્ટ 90 શહેરોમાં હજારો પીન કોડ્સ પર  2000 ઈલેક્ટ્રીક વ્હિકલ્સમાં ડિલવરી પહોંચાડે છે

ફ્લિપકાર્ટ દ્વારા તહેવારોની સીઝન દરમ્યાન જવાબદારીભર્યા વપરાશને આગળ વધારવા સસ્ટેઈનેબલ વેલ્યુ ચેઈનની રજૂઆત

ફ્લિપકાર્ટ, ભારતની હોમ ગ્રોઉન ઈ-કોમર્સ કંપનીએ તેના આવનારા તહેવાર બીગ બીલીયન ડેય્ઝની સીઝન પહેલા પ્લાસ્ટીક ફ્રી બની રહી છે અને તેના ડિલીવરી ફ્લિટમાં 2000થી વધુ ઈલેક્ટ્રીક વ્હિકલ્સની વ્યવસ્થા કરી રહી છે.

આ વર્ષે જુલાઈમાં પોતાની સપ્લાઈ ચેઈનમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો સફળતાપુર્વક બહિષ્કાર કર્યા બાદ, ફ્લિપકાર્ટના 75 ટકાથી વધુ સેલર્સ શીપમેન્ટ્સ હવે ટકાઉ પેકજીંગથી પ્રોસેસ થાય છે જે જુલાઈ 2020ની સરખામણીએ 20 ગણું વધારે છે અને ભારતભરમાં 70 ફેસીલીટીને આવરી લે છે.

આ સ્વિકાર દરમાં વધારો એ સેલર પાર્ટનર સાથે કામ કરી રહેલી ટીમની મહેનતનું મહત્વપુર્ણ પરિણામ છે, એક પરિવર્તનનો રસ્તો છે જે ધીમે ધીમે ટકાઉ પેકેજીંગના વિકલ્પ તરફ વળશે. ટકાઉ પેકેજીંગ વિકલ્પો સેલર પાર્ટનર સાથે મળીને તૈયાર કરેલ છે જેને જુદી જુદી પ્રોડક્ટ કેટેગરીને તેની મજબુતાઈ, કદ મર્યાદા અને ખર્ચ કાર્યક્ષમતા ને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

કંપનીએ ટુ-વ્હિલર્સ અને થ્રી-વ્હિલર્સને ભારતના 90 શહેરોમાં મુક્યાં છે અને તે આ તહેવારમાં પેકેજીસને સારી રીતે ડિલીવર કરવામાં મદદ કરશે. આ વર્ષની શરૂઆતમાં ધ ક્લાઈમેટ ગ્રુપના ઈવી 100કેમ્પેઈન સાથેની ભાગીદારીનો એક ભાગરૂપે કંપનીએ 2030 સુધીમાં 25000 ઈવીની તેની સપ્લાય ચેઈન ફ્લિટમાં જોડવાની અને 100 ટકા ઈલેક્ટ્રીક મોબીલીટીમાં રૂપાંતરીત થવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી

મહેશ પ્રતાપ સીઁઘ, હેડ – સસ્ટેઈનેબીલીટી એન્ડ સોશીયલ રીસ્પોન્સીબીલીટી, ફ્લિપકાર્ટ જણાવે છે કે તહેવારોની સીઝનએ દરેક ભાગીદાર માટે મુલ્ય અને વિકાસ લાવવા માટે છે અને અમે દરેક ઓર્ડરની ડિલીવરી સાથે ટકાઉ તહેવારોની સીઝનને ગ્રાહકો સુધી પહોંચાડવાના અમારા વચનને પાડીને અમે ગર્વ અનુભવીએ છે.

ફ્લિપકાર્ટ ટીમ અમારા ડિલીવરી એક્ઝીક્યુટીવ 90 શહેરોમાં હજારો પીન કોડ્સ પર  2000 ઈલેક્ટ્રીક વ્હિકલ્સમાં ડિલવરી પહોંચાડે છે તેની ખાતરી કરવા સાથે આવ્યા છે, જે લાસ્ટ માઈલ ફ્લિટને 100 ટકા ઈલેક્ટ્રીફીકેશન તરફ લઈ જવાના અમારા ધ્યેયને હાંસલ કરવાની દિશામાં અમારા માટે ગર્વની વાત છે.

આ શહેરોમાં બેગ્લુરૂ, દિલ્હી-એનસીઆર, મુંબઈ, ચેન્નાઈ, વૈધાન, હૈદ્રાબાદ, વીદીષા, સાજાપુર, જબુઆ, પુના, સોનાઈ, મૈસુર, રામપુર, અને બીજા ઘણા શહેરોનો સમાવેશ થાય છે જેના દ્વારા અમે અમારા દરેક કાર્યમાં ટકાઉપણાને અપનાવવાનું ચાલુ રાખીયે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.