મહિલા જેલરે જેલમાં ૩ કેદીઓ સાથે બાંધ્યા સંબંધ, હત્યાના દોષીને પણ ન છોડ્યો

નોર્થેમ્પ્ટનશાયર, વ્યક્તિ કોઈ ગુનો કરે તો પોલીસ દ્વારા તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં ક્યારેક પોલીસ દ્વારા જેલમાં દોષીઓને માર મારવામાં આવતો હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આજે એવા કિસ્સાની વાત કરવી છે કે, જેનાથી તમે પણ ચોકી જશો. આ કિસ્સો ઇંગ્લેન્ડનો છે. ઇંગ્લેન્ડમાં એક મહિલા જેલર જેલમાં આવેલા કેદીઓની સાથે સંબંધ બાંધતી હતી.
આ વાત બહાર આવતા લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. મહત્ત્વની વાત એ પણ છે કે આ મહિલા જેલર પણ પરિણીતા હતી. પરિણીત હોવા છતાં પણ તે અલગ-અલગ કેદી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી.
રિપોર્ટ અનુસાર નોર્થેમ્પ્ટનશાયરના વેલિંગબરોમાં એજ ૩૨ વર્ષની લાટોયા ગોટ્રેણા ઓટોબર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦માં સુધી કીનીસમાં એચએમપી વુડહિલ જેલ અધિકારી રહી હતી. આ મહિલા જેલરના અંડરમાં જેલનો એ ભાગ હતો જેમાં કેદીઓને રાખવામાં આવતા હતા.
મહિલા જેલરે તેની ફરજ દરમિયાન જેલમાં બંધ કુખ્યાત ત્રણ દોષીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. શરૂઆતમાં આ મહિલા અધિકારીએ જેલમાં બંધ આ ત્રણ કુખ્યાત કેદીઓ સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. પછી તે રાત્રીના સમયે જેલની અંદર કેદીના બેરેકમાં ઘૂસી હતી અને થોડા સમય પછી આ બેરેકમાંથી બહાર આવતી હતી.
ત્યારબાદ મામલો બહાર આવ્યો હતો કે, આ અધિકારી જેલમાં બંધ કેદીઓની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ મહિલા જેલર પરિણીત અને ત્રણ સંતાનોની માતા હોવા છતાં પણ તે જેલમાં આ પ્રકારનું કામ કરતી હતી.
આ મહિલા અધિકારીની ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ થોડા મહિના પછી તેનું પોસ્ટીંગ જેલમાં થયું હતું. જેલની અંદર આ મહિલા અધિકારીએ ૩૦ વર્ષની ઉંમરના લીવન ગ્રીન ફિલ્ડ, ૨૩ વર્ષના તારીક વિલિયમ્સ અને મોનટેલા કેદી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ મામલો બહાર આવતા જ આ મહિલા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ દોષીઓમાં હત્યાનો દોષી પણ સામેલ હતો.
આ કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે વકીલે કહ્યું હતુ કે, એક કેદીએ પોતાનો ન્યુડ ફોટો અધિકારીને મોકલ્યો હતો. અધિકારીએ આ ફોટોને તેના સાથીને મોકલ્યો હતો અને તેને કહ્યું હતું કે આ ફોટોને સાચવી રાખે જેથી બ્લેકમેઈલ કરવામાં કામ આવે.
એવું પણ સામે આવ્યુ હતું કે આ મહિલા અધિકારી કેદીની સાથે ફોન પર વાત કરતી હતી. ગત વર્ષે અધિકારી લાટોયા ગોટ્રેણાની ધરપકડ માર્ચ મહિનામાં કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા વર્ષ ૨૦૨૧ એપ્રિલમાં મહિલા અધિકારીને ૧૮ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.HS