એર ઈન્ડિયા ટાટાને વેચવા અંગે ર્નિણય નથી લેવાયો
નવી દિલ્હી, સરકારી એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપે ખરીદી લીધી હોવાના મીડિયા રિપોર્ટ પર હવે સરકારે મૌન તોડ્યુ છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ બાબતે હજી ર્નિણય લેવાયો નથી. જ્યારે ર્નિણય લેવાશે ત્યારે જાણકારી અપાશે.
ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટ દ્વારા બોલી લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે બીજી વખત પ્રયત્ન કર્યો છે. આ પહેલા ૨૦૧૮માં સરકારે પોતાની ૭૬ ટકા હિસ્સેદારી વેચવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હોતી.
દરમિયાન સરકારી સંપત્તિઓના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગ દ્વારા આ મામલે ટિ્વટ કરીને જાણકારી અપાઈ છે કે, સરકારે એર ઈન્ડિયા માટેના બિડને મંજૂરી આપી દીધી છે તેવી ખબરો મીડિયામાં વહેતી થઈ છે. આ અહેવાલો ખોટા છે. સરકારે આ બાબતે ર્નિણય લીધો નથી.
જ્યારે ર્નિણય લેવાશે ત્યારે મીડિયાને જાણકારી આપવામાં આવશે. સૂત્રોનુ કહેવુ છે કે, ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ડિસઈન્વેસ્મેન્ટની પ્રક્રિયા પૂરી થઈ જશે. સરકાર એર ઈન્ડિયા તેમજ એર ઈન્ડિયા એક્સપ્રેસની ૧૦૦ ટકા અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એઆઈએસએટીએસની ૫૦ ટકા હિસ્સેદારી વેચવાની છે.SSS