Western Times News

Gujarati News

રાજુ ભટ્ટ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યું

વડોદરા, વડોદરાના બહુચર્ચિત બળાત્કાર કેસમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પીડિત વિદ્યાર્થીની સાથે છ વાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા. જે સ્થળો પર સંબંધો બાંધવામાં આવ્યા હતા તેમાં એક સ્થળ એટલે કે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા નિસર્ગ કોમ્પલેક્સ ખાતે રાજુ ભટ્ટને લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ફ્લેટ નંબર ડી ૯૦૩માં રાજુ ભટ્ટને પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં આ વાતની જાણ થતા જાેવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટ સામે ફરિયાદ દાખલ થયા પછી તેને ભગાડવામાં મદદ કરનારા હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરીયા પોલીસ રિમાન્ડ પર હતા.

પોલીસ રિમાન્ડ સમાપ્ત થયા પછી તેમને પણ અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જેલમાં મોકલવામાં આવ્યા હતા. દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરા વિસ્તારમાં આવેલા નિસર્ગ કોમ્પલેક્સમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં રાજુ ભટ્ટને અડધો કલાક સુધી રાખવામાં આવ્યો હતો અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતું. ત્યારપછી આરોપી રાજુ ભટ્ટને હાર્મની હોટલ પણ લઈ જવામાં આવ્યો હતો.હાર્મની હોટલ ખાતે પોલીસે રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી.

એસઆઈટી દ્વારા ગુરુવારના રોજ આરોપી રાજુ ભટ્ટને કોર્‌ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અદાલતે આપેલા ૩ દિવસના રિમાન્ડ દરમિયાન શુક્રવારના રોજ આરોપી રાજુ ભટ્ટને નિસર્ગ કોમ્પલેક્સમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં એસઆઈટી દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે મહિલા કાર્યકર શોભના રાવલ સહિત વિવિધ મહિલા સંગઠનોએ માંગણી કરી છે કે, દુષ્કર્મના આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે મહિલાની નિમણૂક થવી જાેઈએ. આ સંગઠનો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે કે જાે મહિલા વકીલની નિમણૂક કરવામાં આવશે તો ફરિયાદી પોતાની વાત કોઈ પણ જાતના સંકોચ વિના કહી શકશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના ગંગોત્રી પોલીસ સ્ટેશનમાં ૧૯ સપ્ટેમ્બરના રોજ એલએલબીમાં અભ્યાસ કરતી મૂળ હરિયાણાની ૨૪ વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના પર રેપ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.