હવે સ્માર્ટ ટેકનોલોજી બિયારણ અનુચિત અંકુરણ ઘટાડશે તથા જંતુનાશક અને ફુગનાશક એમ બંનેના ફાયદા આપશે
ગુજરાતની આ કંપનીએ સ્માર્ટ-ટેકનોલોજી સંચાલિત બીયારણ ટ્રીટમેન્ટ પ્રોડક્ટ “ઇલેક્ટ્રોન” લોન્ચ કરી-ઉદ્દેશ બિયારણનો વાજબી ખર્ચે સુરક્ષા પ્રદાન કરવાનો છે
મુંબઈ, પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રસ્તુત કરતી આંતરરાષ્ટ્રીય કંપની UPL લિમિટેડએ આજે સીડ એન્ડ પ્લાન્ટ હેલ્થ સેગમેન્ટમાં સ્માર્ટ ટેકનોલોજી સંચાલિત સીડ ટ્રીટમેન્ટ સોલ્યુશન “ઇલેક્ટ્રોન” 3-WM (3-વે મિક્સ) પ્રસ્તુત કર્યું છે.
ખેડૂતોની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાનું જાળવી રાખીને આ ઉત્પાદન વાજબી ખર્ચ ધરાવે છે, કારણ કે એનાથી છોડના વિકાસચક્રના પ્રાથમિક તબક્કામાં ફોલિયર એપ્લિકેશન્સ માટેની જરૂરિયાતમાં ઘટાડો થાય છે, જે ઉત્પાદનના ખર્ચમાં ઘટાડા તરફ દોરી જાય છે. UPL launches India’s First 360 degree, smart-technology driven seed treatment product “ELECTRON” Aims to provide cost effective protection to the seeds, Reduces improper germination and provides benefits of both pesticides and fungicides
“ઇલેક્ટ્રોન”નો ઉદ્દેશ અનુચિત અંકુરણ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ આપીનેપાકની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને મદદ કરવાનો છે. વર્તમાન સ્થિતિમાં પાકની ઉપજનો આધાર પાકના સંરક્ષણ ઉત્પાદનો અને ઉચિત વાવેતરની રીતોના ઉપયોગ પર છે. “ઇલેક્ટ્રોન”પ્રાથમિક તબક્કાઓમાં જીવાતો અને રોગોથી બિયારણ અને નાના છોડવાનું રક્ષણ કરવા શક્તિશાળી માધ્યમ તરીકે કામ કરશે તથા પાકને મજબૂત રીતે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. આ બિયારણને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે, જે ખેડૂતો માટે જંગી ઉપજ તરફ દોરી જશે.
UPL ઇન્ડિયાના એએફના બિઝનેસ હેડ શ્રી અવિન્દ્ર શાહે કહ્યું હતું કે, “અમે શ્રેષ્ઠ ઉત્પાદનો, પ્રગતિશીલ ઇનોવેશનના ઉપયોગ અને સસ્ટેઇનેબિલિટીની નવી વિભાવના સાથે ખેડૂત સમુદાયને સક્ષમ બનાવવા સતત આતુર છીએ.
UPLમાં અમને ખેડૂતોની જરૂરિયાતને પ્રાધાન્ય આપવા પર તેમજ તેમની જરૂરિયાતો પૂરી થાય એવા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા પર ગર્વ છે. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોનથી ખેડૂતોને તેમની ઉપજ અને આવક વધારવામાં મદદ મળશે.”
UPL ઇન્ડિયાના માર્કેટિંગ હેડ શ્રી રાહુલ પાંડેએ કહ્યું હતું કે, “અમે UPLમાં અમારા મુખ્ય હિતધારકો ખેડૂતોના કલ્યાણ અને સમૃદ્ધિ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. ઇનોવેશન દ્વારા અમારો ઉદ્દેશ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પ્રદાન કરવાનો છે, જેથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
ઇલેક્ટ્રોન 3-WM ટેકનોલોજી બિયારણ ઉદ્યોગ માટે ગેમચેન્જર બનશે, પ્રાથમિક તબક્કાઓમાં બિયારણ અને પાકનું ઘણી સમસ્યાઓથી રક્ષણ કરશે તથા વાવેતરના ખર્ચમાં ઘટાડો કરશે, ઊંચી ઉપજ માટે નક્કર પાયો નાંખશે અને ખેડૂતોની આવક વધારશે.”