અમેરિકામાં કોરોનાથી ૭ લાખ મોત

કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો
વૉશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસથી થયેલ મોતનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે(૧ ઓક્ટોબર)ના રોજ અમેરિકામાં કોરોનાથી થયેલી મોતની સંખ્યા ૭ લાખ થઈ ગઈ છે. અમેરિકામાં એવા સમયમાં મૃતકોની સંખ્યા વધી છે જ્યારે ડેલ્ટા વેરિઅંટના કારણે કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ત્યાંની હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. અમેરિકામાં મૃતકોની સંખ્યાને ૬ લાખથી ૭ લાખ પહોંચવામાં માત્ર સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.
અમેરિકાએ એ લોકોમાં ડેલ્ટા વેરિઅંટનુ જાેખમ એ વિસ્તારમાં વધ્યુ છે જ્યાં લોકોએ વેક્સીન લગાવી નથી.અમેરિકામાં મરનારની સંખ્યા બોસ્ટનની જનસંખ્યાથી પણ વધુ છે. અમરિકામાં હજુ પણ ૭૦ મિલિયન લોકો એવા છે જેમણે વેક્સીન લગાવી નથી.
આ ૭૦ મિલિયન લોકોમાં બધા એડલ્ટ છે. અમેરિકાથી કોરોનાથી થતી મોતની આટલી મોટી સંખ્યા આરોગ્ય નેતાઓ અને ફ્રંટલાઈન હેલ્થ વર્કર્સ માટે ચિંતાની વાત છે. અમેરિકામાં ગયા ૬ મહિનાથી બધા યોગ્ય લોકો માટે વેક્સીન ઉપલબ્ધ છે.એક્સપર્ટની માનીએ તો વેક્સીન લગાવ્યા બાદ લોકોએ હૉસ્પિટલમાં ભરતી થવાની જરુર બહુ ઓછી પડી છે અને ડેથ રેટમાં પણ ઘટાડો થયો છે.
વેક્સીનેશન ન થવાના કારણે અમેરિકામાં વાયરસ ફરીથી તેજીથી ફેલાઈ રહ્યો છે. અમેરિકાના મોટા સંક્રમક રોગ વિશેષજ્ઞ ડૉ. એંથની ફૌસીએ કહ્યુ કે, ‘આ આપણા બધા માટે સારી વાત છે કે કોરોનાનો ગ્રાફ તેજીથી નીચે આવી રહ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વેક્સીન ન લગાવવા માટે આ વાતનો તર્ક આપો.’ યુએફ હેલ્થ જેક્સવિલેના એક નર્સ મેનેજર દેબી ડેલાપાઝે કહ્યુ, ‘તમે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને ગુમાવી દો છે અને આવુ ન થવુ જાેઈએ. આપણે જાેયુ હતુ કે રોજ હૉસ્પિટલમાં ઘણા દર્દીઓના કોરોનાથી મોત થઈ રહ્યા હતા પરંતુ આવુ ન થવુ જાેઈએ..આ દુઃખની વાત છે.’HS