સાંઈ મિશન હેપીનેસ સંસ્થા ત્રીજા વર્ષમાં પ્રવેશ કરતા ત્રણ શાળાઓમાં બાળકોને ગણવેશ વિતરણ કરાયું
(પ્રતિનિધી) ભરૂચ, સાંઈ મિશન હેપીનેસ સંસ્થાએ બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષ માં મંગલ પ્રવેશ કરતા સંસ્થા દ્વારા જિલ્લા ની ત્રણ શાળાઓ માં બાળકોને ગણવેશ વિતરણ કરી ઉજવણી કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષ થી સેવાકીય પ્રવૃત્તિ માં કાર્યરત સંસ્થા એવી સાંઈ મિશન હેપીનેશ ને ૨૧મી સપ્ટેમ્બર ના રોજ સફળ રીતે બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો હતો.જે સાંઈ મિશન હેપીનેશ અંકલેશ્વર અને આસપાસ ના ગામડાઓ માં જરૂરિયાતમંદ લોકો ને વિવિધ સહાય ના ભાગરૂપે અનાજ અને કપડાં વિતરણ,વિવિધ સામગ્રીની સહાય અને બાળકો ને નોટબુક અને પેન્સિલ વિતરણ જેવા વિવિધ પ્રોજેક્ટ કરતી આવી છે.સાથે દર ગુરુવાર ના સ્ટેશન વિસ્તાર માં સાંઈપ્રસાદી ના ભાગરૂપે મસાલા ખીચડી નું વિતરણ પણ અવિરત પણે ચાલુ છે.
ત્રીજા વર્ષ માં પ્રવેશ કરતા સંસ્થા દ્વારા સમાજ માં સેવાકીય પ્રવૃત્તિ ને આગળ વધારતા આજરોજ અંકલેશ્વર તાલુકા ની બે શાળા અને ઝઘડીયા તાલુકા ની એક શાળા માં બાળકો ને ગણવેશ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.સંસ્થા દ્વારા અંકલેશ્વર તાલુકા ની જુની દિવી અને જૂના કાંસીયા ની પ્રાથમિક શાળા માં ૮૦ બાળકો ને અને ઝઘડીયા ની ગુમાનપુરા પ્રાથમિક શાળા માં ૨૩ બાળકો ને ગણવેશ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સ્ટેશન વિસ્તાર માં જરૂરિયાતમંદ લોકો ને પણ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજ ના સ્થાપના દિવસ નિમિતે સંસ્થા ના વડા રાજુ રાવત એ સંસ્થા ને વિવિધ પ્રકારે સહાય કરતા સેવકો,નામી અનામી સંસ્થા ઓ અને સાથી સભ્યો નો સંસ્થા વતી ખાસ આભાર માન્યો હતો અને આગળ પણ આજ રીતે સાથે મળી કામ કરતા રહીશું એવી આશા વ્યક્ત કરી હતી.*