કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લીધુ

લખીમપુરમાં ૨ ખેડૂતોના મોત બાદ હંગામો
લખનઉ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લઈ લીધુ છે. કિસાનોએ યૂપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની બે કારોમાં આગ લગાવી દીધી છે. આ ઘટનામાં બે કિસાનોના મોત થયા છે.
જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ટેનીના ગામ બનવીરપુર જઈ રહ્યા હતા. તેમને રિસીવ કરવા માટે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કાફલા સાથે ઘરેથી નિકળ્યો હતો.
આ દરમિયાન રસ્તામાં આશિષ મિશ્ર અને તેની સાથે ચાલી રહેલી એક ગાડીને કિસાનોએ રોકી લીધી. તે તેને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરવા લાગ્યા હતા.કિસાનોથી બચવા માટે કેન્દ્રીય મંત્રીના પુત્રના ડ્રાઇવરે સ્પીડથી ગાડી ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક કિસાન ગાડીની સામે આવી ગયા હતા.
આ દરમિયાન બે કિસાનોના મોત થયા અને આશરે ૮ કિસાનોને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ નારાજ થયેલા કિસાનોએ મંત્રીના પુત્રની બે ગાડીઓને આંગના હવાલે કરી દીધી છે. પરંતુ ઘટના બાદ પણ કેશવ પ્રસાદ મૌર્યા રોડ માર્ગે ગામમાં પહોંચ્યા અને ત્યાં એક કુશ્તી દંગલનું ઉદ્ઘાટન કર્યુ હતું.