હું પણ પાર્ટીમાં જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ ટાળ્યુંઃ સાગરિકા

File
મુંબઇ, મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ માટેની ટિકિટ ૮૦ હજારથી એક લાખ રૂપિયા રાખી હતી. ઉલ્લેખનીય છે કે શીપ મુંબઈથી ગોવા જવા માટે શનિવારે રવાના થઈ હતી. Ticket for drugs rave party on Cordelia The Empress cruise ship was Rs 80000 to Rs 1 Lakh: Sagarika Shona Suman
https://westerntimesnews.in/news/150931
જાેકે આ શીપમાં નાર્કોટ્રીક્સ કન્ટ્રોલ બોર્ડ બ્યુરોએ રેડ કરી હતી અને વિવિધ પ્રકારનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડ્યું હતું. સાગરિકાએ વધુમાં જણાવ્યું કે આ પાર્ટી માટે તેનો એક મિત્ર બુધવારે જ ટિકિટ ખરીદવાનો હતા અને બંને શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રુઝમાં જવાના હતા.
તે માટે સંપૂર્ણ આયોજન પણ થઈ ગયું હતું. જાેકે સાગરીકાના વાલીએ હાલ પિતૃ પક્ષનો સમયગાળો ચાલતો હોવાના કારણે આ સમય દરમિયાન પ્રવાસ ટાળવાનું જણાવ્યું હતું.
તેને ઘરમાંથી વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગગાળા દરમિયાન ધાર્મિક હિન્દુઓ કોઈ પણ પ્રકારની નવી પ્રવૃતિ કે બિઝનેસની શરૂઆત કરતા નથી. બાદમાં સાગરીકાએ આ સમગ્ર વાતને તેના ફ્રેન્ડને કહીને ક્રૂઝ ટ્રીપનું આયોજન અટકાવી દીધુ હતું.