ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવતા બબાલ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજે પ૬ ટકા જેટલું મતદાન
ગાંધીનગર, ગાંધીનગરમાં સેક્ટર ૨૨માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. મતદારોને મતદાન મથક માટે આપવામાં આવતી માહિતીની કાપલીને લઈને લઈને બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. એવી પણ વાતો સામે આવી છે કે પૂર્વ મેયરના પતિ કેતન પટેલ દ્વારા પક્ષના ચિહ્નવાળી મતદારોની વિગતોવાળી કાપલીઓ આપવાનો આક્ષેપ થયો હતો. જાેકે, પોલીસે મતદાન મથક પર પહોંચીને કાર્યકર્તાઓને છૂટા પાડીને મામલો શાંત પાડ્યો હતો.
સેક્ટર-૨૨માં સરકારી સ્કૂલમાં આવેલા મતદાન મથકમાં ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. બન્ને પક્ષના લોકો વચ્ચે મામલો મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બન્ને પક્ષોને શાંત કર્યા બાદ મીડિયા ત્યાં પહોંચતા કોઈ બબાલ ના થઈ હોવાનું અને મતદાન સારી રીતે ચાલી રહ્યું હોવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
બીજી તરફ કેતન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે, ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની વાત ખોટી છે, હું મારો મત આપવા માટે મતદાન મથકની અંદર ગયો હતો. બન્ને પક્ષો તરફથી કોઈ મોટી વાત ના હોવાનું જણાવતા આખો મામલો શાંત પડી ગયો હતો.
મહત્વનું છે કે, આજે ૪૪ બેઠકો માટે ૧૬૨ ઉમેદવારો મેદાનમાં છે. શહેરમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં ૧૬૨ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી સૌથી વધારે ઉમેદવાર વોર્ડ નંબર-૧ (સેક્ટર-૨૫, ૨૬ અને રાંધેજા)ના છે. જેમાં કુલ ૧૨ ઉમેદવારો સામે ૮ અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં હાર જીતનો દારોમદાર તેમના પર ર્નિભર રહેશે તેમ માનવામાં આવે છે. જાેકે, કોણ બાજી મારે છે તે તો પરિણામના દિવસે જ માલુમ પડશે. ગાંધીનગર ચાલી રહેલા મતદાનમાં શક્તિસિંહ ગોહિલથી લઈને વડાપ્રધાન મોદીના માતા હિરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.