અક્ષરપ્રદેશ જંબુસર દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર અક્ષરપ્રદેશ દ્વારા સ્વચ્છતા,પર્યાવરણ બચાવો,જળ બચાવો જાગૃતિ રેલી ટંકારી ભાગોળ સરસ્વતી મંદિર થી નીકળી શહેર ના વિવિધ માર્ગો પર ફરી હતી.
યોગી ડિવાઈન સોસાયટી હરિધામ સોખડા દ્વારા સામાજીક,શૈક્ષણિક,ધાર્મિક સહીત ની અનેક કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંકલ્પ કર્યો છે. સ્વચ્છત ભારત નો,પ્લાસ્ટિક મુક્ત ભારત તેને સાકાર કરવા અને જન જાગૃતિ અર્થે હરિધામ સોખડા ના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી ની આજ્ઞા થી અક્ષરપ્રદેશ ના સંત શ્રીજીવલ્લભ સ્વામી ની રાહબરી હેઠળ જંબુસર નગર પાલિકા ના સહયોગ થી અક્ષરપ્રદેશ જંબુસર દ્વારા જ્યા સ્વચ્છતા ત્યાંજ પ્રભુ નો વાસ, પર્યાવરણ બચાવો દેશ બચાવો, જળ એજ જીવન,વ્યસન મુક્તિ સહીત ના બેનરો સાથે સત્સંગી ભાઈ અને બહેનો દ્વારા જન જન માં સ્વચ્છતા,જળ બચાવો, વ્યસન મુક્તિ નો સંદેશો પહોંચે તે હેતુ થી રેલી કાઢવામાં આવી હતી. સદર રેલી ને સરસ્વતી શિશુ મંદિર થી નગર પાલિકા પ્રમુખ કૌશલ્યા ડૂબે તથા અક્ષર પ્રદેશ ના પ્રમુખ દિનેશ પટેલ દ્વારા ફૂલો થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.રેલી ટંકારી ભાગોળ, કાવાભાગોળ, લીલોતરી બજાર, ઉપલીવાટ, કોટબારણાં, સુભાષ મેદાન થઈ પરત સરસ્વતી શિશુ મંદિર ફરી હતી. રેલી માં સ્વચ્છતા, જળ બચાવો,વ્યસન મુક્તિ ના સૂત્રોચ્ચાર થાકી જનજન સુધી ગલી એ ગલી એ સંદેશો વ્યાપક બનાવવા ના પ્રયત્નો હાથધર્યા હતા. સ્વચ્છતા જાગૃતિ રેલી માં જીલ્લા મંત્રી કૃપાબેન દોશી,નગર પાલિકા ના સદસ્યો,અગ્રણીઓ સહીત સત્સંગ મંડળ ના અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. *