અહિંસક લડાઈમાં દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું

લખનઉ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે.
યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે. પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા.
આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ છે. પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ તેમના ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે ‘પ્રિયંકા હું જાણું છું કે તું પાછળ નહીં હટે. તમારી હિંમતથી તેઓ ડરી ગયા છે. ન્યાયની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું.
અત્રે જણાવવાનું કે અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર આશીષ મિશ્રા ટેની ઉપરાંત અનેક અજાણ્યા લોકો પર એફઆઈઆર દાખલ થઈ છે. આ મામલે આઈપીસીની કલમ ૩૦૨, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૮૯, ૧૨૦ બી હેઠળ કેસ દાખલ કરાયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ વાતચીતમાં કહ્યું કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જાેઈએ. તેમણે કહ્યું કે જાે ઘટનાસ્થળે તેમનો પુત્ર આશીષ મિશ્રા હાજર હોત તો તેની પણ હત્યા થઈ જાત.
ખેડૂતોના વેષમાં ઉપદ્રવીઓએ કાર્યકરોની ઢોર માર મારીને મારી નાખ્યા. તેમણે આરોપ લગાવ્યો છે કે ખેડૂત આંદોલનના નામે દેશમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશ થઈ રહી છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આજે લખીમપુર ખીરી જશે અને આ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને મળશે.
જેને પગલે તેમના ઘરની બહાર ભારે પોલીસકર્મીની તૈનાતી કરાઈ છે. ત્યાં પહોંચતા પહેલા જ તેમણે યોગી સરકારને ઘેરી. તેમણે કહ્યું કે કૃષિ કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતોને ભાજપ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા ગાડીથી કચડી નાખવું એ ઘોર અમાનવીય અને ક્રુર કૃત્ય છે. યુપી દંભી ભાજપાઈઓના જુલ્મ હવે વધુ નહીં સહન કરે. આજ હાલ રહ્યા તો યુપીમાં ભાજપાઈ ન ગાડીથી ચાલી શકશે કે ન ઉતરી શકશે.SSS