કરીના કપુરના જન્મદિવસની અડધી રાત્રે જ ભવ્ય ઉજવણી
મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અબિનેત્રી કરીના કપુરે આજે તેના ૩૯માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના જન્મદિવસની ઉજવણી કરવામાં તમામ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ રહ્યા હતા. રાત્રે ૧૨ વાગે જ તેના જન્મદિવસની ઉજણી કરવામાં આવી હતી. કરીના કપુરના જન્મદિવસે પાર્ટી કરવામાં આવી હતી. જેના વિડિયો અને ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. ૨૦મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે ૧૨ વાગે પાર્ટી મનાવવામાં આવી હતી. જેમાં અભિનેતા અને પતિ સેફ અલી ખાન, કરીના કપુરની માતા બબિતા, પતા રણધીર કપુર, બહેન કરિશ્મા કપુર અને સોહા અલી ખાન ખાસ રીતે હાજર રહ્યા હતા. કૃણાલ ખેમુની પણ હાજરી રહી હતી. સોહા અને કરિશ્મા દ્રા ફોટો શેયર કરવામાં આવ્યા છે. કરીનાના આવાસ પર પાર્ટી યોજવામાં આવી હતી. કરીના આ પ્રસંગે જહોન એલ્ટનની ટી શર્ટમાં નજરે પડી હતી. કરીના તેની મોટી ફેન તરીકે છે. તેમુર ઉંઘી ગયા બાદ પાર્ટીની શરૂઆત થઇ હતી.બીજી બાજુ કરીના કપુરે કેટલીક નવી બાબત રજૂ કરી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હાલમાં ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હવે પરિણિત છે.
જેથી તેના માટે પરિવાર હવે સૌથી મહત્વપૂર્ણ છે. વિતેલા વર્ષોમાં જુદા જુદા રોલ મારફતે તમામને પ્રભાવિત કરનાર કરીના કપુર હવે ઓછી સક્રિય દેખાઇ રહી છે. ચમેલીના રોલમાં પણ તે ચર્ચા જગાવી ચુકી છે. બીજી બાજુ ઝીરો ફિગર મેળવીને ચર્ચા જગાવનાર કરીના કપુર હવે નંબર ગેમમાં માનતી નથી. જુદા જુદા ચેટ શો, અને ફિલ્મો મારફતે લોકપ્રિય થનાર કરીના કપુર હવે ખુબ ઓછી ફિલ્મમાં કામ કરે છે. પોતાની સગર્ભા અવસ્થા સુધી કરીના કપુર ફિલ્મોમાં સક્રિય રહી હતી. હવે કરીના કપુર એક બાળકની માતા છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત પરિવાર છે. તેનો પુત્ર તેમુર અલી ખાન આ વખતે દિવાળી પર તેની સાથે રહેનાર છે. કરીના કપુરે થોડાક સમય સુધી પ્રેમમાં રહ્યા બાદ બોલિવુડ સ્ટાર સેફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સેફ અલી ખાન પોતે પણ ખુબ ઓછો સક્રિય રહ્યો છે. આવી સ્થિતિમાં બન્ને ઉજવણી કરવા માટે અન્યત્ર જાય તેવી વકી છે. કરીના કપુર બોલિવુડની સૌથી મોટી સ્ટાર તરીકે ઉભરી આવી હતી. પોતાની કેરિયરમાં ટોપ પર હતી ત્યારે કરીના કપુરે લગ્ન કર્યા હતા. જા કે હવે તે નંબર ગેમમાં વિશ્વાસ ધરાવતી નથી. પરિવારના તમામ સભ્યોએ કરીના કપુરને એક સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સેફ અલી ખાન દ્વારા પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી.