રાજસ્થાનમાં પંજાબ જેવું થવાનું નથી: અશોક ગહલોત
જયપુર, પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસમાં પણ બળવાના સૂર સતત ઉઠવા લાગ્યા છે. અત્યાર સુધી વધારે હોબાળો તો નથી થયો પરંતુ આંતરિક સંબંધો વચ્ચે તકરાર સ્પષ્ટ અનુભવી શકાય છે. આવી અટકળો વચ્ચે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વખતે પણ તેઓ જ મુખ્યમંત્રી બનવાના છે.
મીડિયા સાથે વાતચીત કરતા અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે રાજસ્થાનમાં પંજાબ જેવું થવાનું નથી. મીડિયા અને ભારતીય જનતા પાર્ટી જરૂર એવી કહાનીઓ ચલાવી રહી છે પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સંપૂર્ણ પાંચ વર્ષ ચાલશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે આગામી ૧૫ વર્ષ પણ કોંગ્રેસની જ સરકાર રહેવાની છે. પંજાબ બાદ રાજસ્થાન અને છત્તીસગઢ બાબતે કહાનીઓ બનાવવામાં આવે છે કે અહીં પણ બદલાવ થવાના છે.
તમે નિશ્ચિત રહો પાંચ વર્ષ સરકાર રહેશે અને આગામી વખતે પણ સરકાર ચલાવીશું. આગામી વખતે પણ હું જ મુખ્યમંત્રી બનીશ અને પોતાની મરજીથી મંત્રી પણ બનાવીશ.
હું શાંતિ ધારીવાલને ફરીથી નગરીય વિકાસ મંત્રી બનાવીશ. અશોક ગેહલોતે કહ્યું કે ભાજપવાળા કહે છે કે મુખ્યમંત્રી ઘરની અંદર બેઠા છે. હું તો હોટલમાં જેસલમેર-જયપુર ફરતો હતો. કોંગ્રેસના સમર્થકોનું કહેવું છે કે, અશોક ગેહલોતનું આ સ્ટેટમેન્ટ કદાચ સચિન પાયલટને સારું ન લાગે.
તેમણે કહ્યું કે આ બધુ તો અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની કૃપા રહી છે. એ તો અમારા ધારાસભ્યોએ બચાવી લીધો નહીં તો ખબર નહીં ક્યાં રહેતો. તો BJP પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ બહાર નીકળશે તો કેટલાક લોકોને તકલીફ થવા લાગશે. મને કશું જ થવાનું નથી હજુ અમે ૧૫ વર્ષ રહીશું. ઘરમાં બેઠો નથી, નીકળીશ તો તમને પણ અને તમને ઇચ્છનારાઓને પણ પરેશાની થવા લાગશે. હવે ગેહલોતને એમ એટલે કહેવું પડ્યું કેમ કે તેના પર સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે તેઓ જમીન પર ઉતરતા નથી.
તેમને જમીની સ્થિતિનો અંદાજાે નથી. હવે એ જ આરોપો વચ્ચે અશોક ગેહલોતે સફાઇ આપી છે. ઇશારાઓમા તેમણે સચિન પાયલટ પર પણ નિશાનો સાધી લીધો. તેમનું કહેવું છે કે મંત્રી પણ પોતાની પસંદથી બનાવીશ અને આગામી વખતે પણ મુખ્યમંત્રી બનીશ. એમ કહેવું એકદમ સચિન પાયલટને પડકાર આપવાનું છે કેમ કે લાંબા સમયથી પોતાના સમર્થકોને કેબિનેટમાં સામેલ કરાવવા માગે છે.