આર્યન ખાનના જામીન નામંજૂર, 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે
મુંબઈ, આર્યન ખાન અને અન્ય બે લોકોને કોર્ટે 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેવાનો નિર્ણય સંભળાવ્યો છે.
આર્યન ખાનની કોર્ટ રજૂઆતમાં મેજિસ્ટ્રેટ, એનસીબી અને આર્યનના વકીલ સતીશ માનશિંદે વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. સતીશ માનશિંદેએ આકરો જવાબ એનસીબીને આપ્યો હતો. મેજિસ્ટ્રેટે એનસીબીને આર્યનની કસ્ટડીને લઈને પ્રશ્ન કર્યા.
એનસીબીનુ કહેવુ છે કે તેમને આર્યન ખાનની કસ્ટડીની જરૂર એટલા માટે છે કેમ કે તેઓ જાણવા માગે છે કે તેમને પાર્ટીમાં કેમ બોલાવવામાં આવ્યા હતા અને તે કઈ કેબિનમાં રોકાયા હતા. આની પર સતીશ માનશિંદેએ કહ્યુ, આર્યન ખાનને શિપમાં ડ્રગ્સ વેચવાની જરૂર નથી. તેઓ શિપમાં કેમ ગયા હતા તેનું એનસીબીને કોઈ કામ નથી. આર્યન ઈચ્છે તો સમગ્ર શિપ ખરીદી શકે છે.
ડ્રગ્સ કેસ મામલે કોર્ટમાં હલચલ વધી ગઈ હતી. આર્યન ખાનના એનસીબી રિમાન્ડમાં કેટલીક મોટી બાબતોનો ખુલાસો થયો છે. એનસીબી તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે આર્યન ખાનના ફોનમાં તસવીરના રૂપમાં ચોંકાવનારી આપત્તિજનક વસ્તુ મળી છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને એનસીબીની પુછપરછ દરમિયાન આર્યન ખાને સ્વીકાર્યું છે કે, તે આશરે 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. ઈન્ટેરોગેશન દરમિયાન આર્યન ખાન સતત રડી પણ રહ્યો હતો. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાંથી મળેલા ડ્રગ્સના કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
NCB દ્વારા દિલ્હીમાં તાબડતોબ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ મુંબઈમાં ધરપકડ કરવામાં આવી તે આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે. એનસીબીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ધરપકડની પ્રક્રિયા બાદ એનડીપીએસ કાયદામાં દરેક આરોપીના ઘરે હાઉસ સર્ચની જોગવાઈ પણ છે. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે, શું સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત મન્નત બંગલોમાં પણ એનસીબી સર્ચ ઓપરેશન થશે?