બાંગ્લાદેશની ૭૫ યુવતી સાથે લગ્ન કરી ભારતમાં સપ્લાય કરતો શખ્સ ઝડપાયો

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે ભારે મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સેક્સ રેકેટના માસ્ટર માઈન્ડ મુનીર ઉર્ફે મુનીરૂલે કરેલા ખુલાસા પ્રમાણે તે આખા ભારતમાં બાંગ્લાદેશી યુવતીઓને સપ્લાય કરતો હતો. તે અત્યાર સુધીમાં ૨૦૦ કરતા પણ વધારે યુવતીઓને કોલગર્લ બનાવી ચુક્યો છે. તેમાંથી મોટા ભાગની છોકરીઓ બાંગ્લાદેશી છે. તે યુવતીઓને ગુપ્ત રસ્તેથી ભારત લાવીને અલગ અલગ શહેરોમાં સપ્લાય કરવામાં આવતી હતી.
ઈંદોર પોલીસે ગુરૂવારે બાંગ્લાદેશી તસ્કર મુનીરની સુરત ખાતેથી ધરપકડ કરી હતી. તેને ઈંદોર લઈ જઈને પુછપરછ કરવામાં આવી રહી છે અને તેણે પુછપરછ દરમિયાન જ આ વાત કબુલી હતી.
બાંગ્લાદેશના જસોરના રહેવાસી મુનીરે જણાવ્યું કે, તેણે અત્યાર સુધીમાં ૭૫ યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. તે બાંગ્લાદેશની ગરીબ ઘરોની યુવતીઓ સાથે લગ્ન કરતો હતો અને ત્યાર બાદ પોરસ સરહદે નાળાના રસ્તેથી તેમને ભારતની સરહદમાં પ્રવેશ કરાવતો હતો. બાદમાં એજન્ટની મદદથી આજુબાજુના ગામોમાંથી ભારતમાં પ્રવેશ કરાવતો હતો.
ત્યાર બાદ તે યુવતીઓની અલગ અલગ શહેરોમાં તસ્કરી કરવામાં આવતી હતી. બાંગ્લાદેશથી લાવ્યા બાદ તે યુવતીઓને કોલકાતામાં રાખવામાં આવતી હતી અને ત્યાં તેમને ટ્રેઈનિંગ આપવામાં આવતી હતી. તેમના સ્ટાન્ડર્ડને વધુ સારૂ બનાવવામાં આવતું હતું. એના પછીની ટ્રેઈનિંગ મુંબઈમાં થતી હતી અને પછી ડિમાન્ડ પ્રમાણે યુવતીઓને સપ્લાય કરી દેવામાં આવતી હતી.
સેક્સ રેકેટનો ભાંડો ફોડવા માટે પોલીસ લાંબા સમયથી ઓપરેશન ચલાવી રહી હતી. પોલીસે છેલ્લા ૧૧ મહિનામાં ૨૧ બાંગ્લાદેશી યુવતીઓને રેસ્ક્યુ કરી છે. પોલીસના ઓપરેશનમાં સાગર, આફરીન, આમરીન અને અન્ય લોકોને પકડી લેવામાં આવ્યા હતા. જાેકે મુનીર ફરાર થઈ ગયો હતો જેના માથે ૧૦ હજાર રૂપિયાનું ઈનામ હતું.SSS