ફાયર સેફટીના અભાવે જસદણની બે હોસ્પીટલ સીલ કરાઈ

જસદણ, ફાયર સેફટીના ધારા ધોરણો પૂરા કરીને એનઓસી લઈ લેવા હોસ્પીટલો તથા શાળાઓને તાકીદ કરવામાં આવી હોવા છતાં અનેક શાળા સંચાલકો લાપરવાહી દાખવતા હોવાથી તંત્રએ જસદણની બે હોસ્પીટલ અને ઉપલેટા અને સિક્કાની એક એક શાળાના બિલ્ડીંગ આજે સીલ કરી દીધા હતા.
સૌરાષ્ટ્ર- કચ્છના પાલિકા વિસ્તારમાં એનઓસી લેવાની મુદત વિતી જતાં ૧૩૬ બિલ્ડીંગ સીલ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી. જે પછી બે દિવસથી સીલીંગ પ્રોસિજર શરૂ કરી દેવામાં આવતા ૬૮ સંચાલકોએ અનઓસી માટે અરજી કરી દીધી હતી.
નગરપાલિકા ઓના પ્રદેશ કમિશ્નર વરૂણકુમાર બરનવાલેેે જણાવ્યુ હતુ કે આવી હોસ્પીટલો જે દર્દીઓ દાખલ છે તેના ડીસ્ચાર્જ થયા સુધી રાહ જાેવાશે અને તે પછી તરત જ સીલ કરી દેવાશે. પણ હાલ નવા કોઈ દર્દીને તો દાખલ ન જ કરવા એવી સુચના આપી દેવામાં આવી છે.
જસદણની પાલ હોસ્પીટલ અનેેે માડવરામ હોસ્પીટલ તેમજ સિક્કાની પ્રણવરાજ સ્કુલના બિલ્ડીંગને આજે સીલ મારી દેવામાં આવ્યા હોવાનું રીજીયોનલ ફાયર ઓફિસર અનિલ મારૂએ જણાવ્યુ હતુ. નોંધનીય છે કે સીલ કરવા ટીમો પહોંચે ત્યારે જે હોસ્પીટલ કે શાળાના સંચાલક અગ્નિસુરક્ષા બાબતો પરિપૂર્ણ કરવાના વર્ક ઓર્ડર બતાવે અને એફિડેવિટ કરી આપે તેના જ બિલ્ડીંગ સીલ કરવાનું માંડી વળાશે.