નશાબંધી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત ધોળકા ખાતે નશાબંધી મહિલા સંમેલનનું આયોજન કરાયુ

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વ્યસનમુક્તિ અને નશાકારક પદાર્થોના ઉપયોગ પર રોક અંગે જાગૃતિ કેળવવા નશાબંધી સપ્તાહની ઉજવણી
અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત ધોળકા તાલુકા સેવા સદન ખાતે નશાબંધી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મહાત્મા ગાંધીજીના વ્યસનમુક્તિ અને નશાબંધીના વિચારોને મૂર્તિમંત કરવા અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા તા.૦૨ ઓક્ટોબરથી તા.૦૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૦4 ઓક્ટોબરના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સેવાસદનમાં નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી આર.એસ.વસાવા ની ઉપસ્થિતિમાં નશાબંધી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં નાટક ભજવણી કરીને હાજર રહેલ બહેનોને નશાની આડ-અસરો થી વાકેફ કરી ઘરમાં નશાની બદીથી પીડાતા લોકો ને વ્યસન કેવી રીતે છોડાવવું તે અંગે ઉંડી સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. મહિલાઓને નશાબંધી સાહિત્ય વિતરણ દ્વારા નશાબંધીનો પ્રચાર અંતરિયાળ વિસ્તારમાં કરી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ નિરિક્ષક શ્રી એમ.આર.ડોડિયા, કોન્સ્ટેબલ હેતલ લશકરી તથા બલભદ્રસિંહ જાદવ હાજર રહ્યા હતા.
નશાબંધી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત અમદાવાદના વિરાટનગરમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત વિરાટનગરની અંબિકા વિદ્યાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના કુલ 21 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
મહાત્મા ગાંધીજીના વ્યસનમુક્તિ અને નશાબંધીના વિચારોને મૂર્તિમંત કરવા અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા તા.૦૨ ઓક્ટોબરથી તા.૦૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૦4 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઓઢવ સ્થિત વિરાટનગરની અંબિકા વિધાલય ખાતે નશાબંધી અને આબકારી વિભાગના નાયબ નિયામકશ્રી બી.યુ. નકુમની ઉપસ્થિતિમાં વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સંસ્થાના સંચાલશ્રી મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોથી થતા નુકશાન અંગે સમજૂતી આપી તેનાથી દૂર રહેવા અપીલ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ સમાજમાં વ્યસનમુક્તિ તથા નશાબંધી અંગે જાગૃતિ ફેલાવે તે માટે અનુરોધ કર્યો હતો. નશાબંધી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નશાબંધી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠમાં વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી
અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ ખાતે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
મહાત્મા ગાંધીજીના વ્યસનમુક્તિ અને નશાબંધીના વિચારોને મૂર્તિમંત કરવા અમદાવાદની નશાબંધી અને આબકારી વિભાગની કચેરી દ્વારા તા.૦૨ ઓક્ટોબરથી તા.૦૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૦4 ઓક્ટોબરના રોજ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીગણની ઉપસ્થિતિમાં વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે વિદ્યાપીઠના કૌશલ્ય પ્રાધ્યાપક શ્રીમતી પુનિતાબેન દ્વારા વિદ્યાર્થીઓને નશાકારક પદાર્થોથી થતા નુકશાન અંગે સમજૂતી આપી તેનાથી દૂર રહેવા અપીલ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ સમાજમાં વ્યસનમુક્તિ તથા નશાબંધી અંગે જાગૃતિ ફેલાવે તે માટે અનુરોધ કર્યો હતો.
નશાબંધી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પત્રકારત્વ સંસ્થાના શ્રી નીતિનભાઇ, સંસ્થાના પ્રાધ્યાપક શ્રી કપિલભાઇ સહિત નશાબંધી અને આવકારી વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.