મીરાબાઈ ચાનુ અને બજરંગ પુનિયા અમૃતાંજનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં
ઓલિમ્પિક 2020ના મેડલવિજેતાઓ બ્રાન્ડના આગામી અભિયાનો અને વાસ્તવિક પહેલોમાં જોવા મળશે
મુંબઈ, 128 વર્ષ જૂની કંપની અમૃતાંજન હેલ્થકેર ભારતીય હેલ્થકેર ઉદ્યોગમાં સમૃદ્ધ વારસો ધરાવે છે અને પથપ્રદર્શક છે, જેણે ટોક્યો 2020 ઓલિમ્પિક્સ રમતોત્સવના ચેમ્પિયન્સ વેઇટલિફ્ટિંગ સિલ્વર મેડલિસ્ટ મિરાબાઈ ચાનુઅને રેસ્લિંગમાં બ્રોન્ઝવિજેતા બજરંગ પુનિયા સાથે જોડાણ કરીને તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. Mr. S. Sambhu Prasad, Chairman and Managing Director with India’s Olympic champions Mirabai Chanu and Bajrang Punia to endorse Amrutanjan’s pain management range
ઓલિમ્પિક ચેમ્પિયન્સ કંપનીના એડવાન્સ્ડ બોડી પેઇન ઉત્પાદનોના પોર્ટફોલિયોનો પ્રચાર કરશે, જેમાં બેક પેઇન રોલ-ઓન, જોઇન્ટ મસલ સ્પ્રે અને પેઇન પેચ સામેલ છે.
ટોચના રમતવીરો તરીકે આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની શાન વધારવાની સાથે રમતમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે, જે ક્યારેય સરળ નથી. આ ખેલાડીઓએ દુઃખાવા, મહેનત અને પડકારો ઝીલીને સફળતા મેળવી હતી.
1893થી અત્યાર સુધી દુઃખાવામાં રાહત આપવામાં પથપ્રદર્શક અમૃતાંજને એક મિલિયન ભારતીયોને દુઃખાવામાં રાહત આપવામાં મદદ કરી છે અને આ જોડાણ મારફતે આ આ રમતવીરોની સફળતાની ગાથા સાથે ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની તેમની સફરમાં આવેલા અવરોધો વિશે જણાવીને તેમના શરીરમાં દુઃખાવામાં રાહત આપતા ઉત્પાદનો વિશે જણાવશે.
આ જોડાણના ભાગરૂપે બ્રાન્ડ એમ્બેસેડર્સ અભિયાનોની સીરિઝમાં જોવા મળશે, જેમાં અમૃતાંજન એડવાન્સ્ડ બેક પેઇન રોલ-ઓન, જોઇન્ટ મસલ સ્પ્રે અને પેઇન પેચ માટે ટેલીવિઝન અને ડિજટલ કમર્શિયલ્સ સામલે હશે. આ તમામ ઉત્પાદનો સ્વાસ્થ્યસ, વિજ્ઞાન અને કુદરતી છે તથા એના મૂળિયા આયુર્વેદમાં રહેલા છે.
ત્રણ રમતવીરો કન્ઝ્યુમર અને કસ્ટમર આઉટરિચ પ્રોગ્રામ્સ જેવી વિવિધ પહેલોમા પણ જોવા મળશે.
આ જોડાણ પર અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ સંભુ પ્રસાદે કહ્યું હતું કે,“અમૃતાંજન પેઇન મેનેજમેન્ટ ઉત્પાદનોમાં હંમેશા પથપ્રદર્શક રહી છે અને વર્ષોથી દુઃખાવામાં અસરકારક રાહત માટે ભારતની સૌથી વિશ્વસનિય બ્રાન્ડ છે. કંપની તરીકે અમે અમારા નવીન ઉત્પાદનો મારફતે અમારા ગ્રાહકોના જીવનની ગુણવત્તા સુધારવા હંમેશા આતુર છીએ.
અમે આયુર્વેદની પ્રાકૃતિકતા સાથે વિજ્ઞાનનો સમન્વય કરવામાં કુશળતા ધરાવીએ છીએ અને અમે વર્ષ 1893થી આ કામ કરી રહ્યાં છીએ. અમારા ઉત્પાદનો અમારા ગ્રાહકો ઇચ્છે એવી રાહત પ્રદાન કરવામાં અસરકારકતા ધરાવવા માટે જાણીતા છે. અમે ડાઇક્લોફેનક જેવા કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરવાના વિરોધી છીએ, જે પર્સનલ હેલ્થ (વ્યક્તિના સ્વાસ્થ્ય)ને ગંભીર આડઅસરો કરવા અને પર્યાવરણ પર નુકસાનકારક અસરો કરવા માટે જાણીતું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે કંપની વધારે શ્રેષ્ઠ પેઇન મેનેજમેન્ટ ઉત્પાદનોનો ઓફર કરીને એનો પોર્ટફોલિયો વધારવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વૈજ્ઞાનિક નૈદાનિક પરીક્ષણો સાથે કામગીરી આધારિત દાવા ધરાવે છે. ભારતીય બ્રાન્ડ તરીકે ગર્વ સાથે અમને આપણા ઓલિમ્પિક ચેમ્પિયન્સને અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ખુશી છે. તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે સફળતા હાંસલ કરવા તમામ અવરોધો પાર કર્યા છે અને અમને તેમને બોર્ડ પર લેવાનો ગર્વ છે.”
અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી મનિ ભગવતીસ્વરને કહ્યું હતું કે, “મિરાબાઈ અને બજરંગ ભવિષ્યની પેઢી માટે રોલ મોડલ અને યૂથ આઇકોન તરીકે બહાર આવ્યાં છે. તેઓ દુઃખાવો કે સેટબેક છતાં સતત આગળ વધવાનો જુસ્સો ધરાવે છે અને આ જ ગુણ અમારી બ્રાન્ડના મૂલ્ય સાથે સુસંગત છે. આ જોડાણ અને એથ્લેટની સફળતાઓ દ્વારા અમે એ હકીકતને બયાન કરવા ઇચ્છીએ છીએ કે, દુઃખાવામાંથી રાહત મેળવી શકાશે અને આ તમારા સ્વપ્નોને સાકાર કરતાં તમને અટકાવી ન શકે.”
કુમારી મીરાબાઈ ચાનુએ કહ્યું હતું કે,“હું અમૃતાંજન સાથે તેમના પેઇન મેનેજમેન્ટ ઉત્પાદનોના પોર્ટફોલિયોને પ્રમોટર કરવા પાર્ટનર તરીકે રોમાંચ અનુભવું છું. એક ખેલાડી તરીકે અમને શારીરિક દુઃખાવો થાય છે અને છતાં પ્રદર્શન કરવું પડે છે. જ્યારે દુઃખાવો અસહ્ય થાય છે, ત્યારે અમૃતાંજનના બેક પેઇન રોલ-ઓન જેવા ઉત્પાદનોની રેન્જ મારી વહારે આવે છે. એની હોટ એક્શન હીટ થેરપી 30 સેકન્ડમાં કામ કરવાનું શરૂ કરે છે, જે તાત્કાલિક અને લાંબા સમય સુધી રાહત આપે છે.”
શ્રી બજરંગ પુનિયાએ કહ્યું હતું કે,“હાઈ-પર્ફોર્મન્સ એથ્લેટ તરીકે હું હંમેશા કોઈ પણ ગુણ મેળવવા આતુર છું, જે મને સ્પર્ધામાંથી મળી શકે છે અને હું અમૃતાંજનના જોઇન્ટ મસલ + સ્પ્રેનો ઉપયોગ કરવા આતુર છું, જે સાંધા, સ્નાયુ અને શરીરના સંપૂર્ણ દુઃખાવામાં રાહત મેળવવામાં મને મદદ કરે છે. ઉપરાંત રેસ્લિંગ જેવી રમતોમાં ખેલાડીઓ માટે રિકવરી પીક પર્ફોર્મન્સ જેટલી મહત્વપૂર્ણ છે. આ સ્પ્રે અસરગ્રસ્ત સ્નાયુ સુધી પહોંચે છે અને તાત્કાલિક દુઃખાવો દૂર કરે છે, જે ટ્રેનિંગ સેશન પછી કે સ્પર્ધા વચ્ચે શરીરમાં ઝડપથી સુધારો કરવામાં મદદરૂપ થાય છે.”