Western Times News

Gujarati News

BB-15 : અફસાનાએ વિધિ પંડ્યાને વધારે ન બોલવા ધમકી આપી

મુંબઈ, ૨ અને ૩ ઓક્ટોબરે બિગ બોસ ૧૫નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. રિયાલિટી શોના ઘરમાં શરૂઆતના બે-ત્રણ દિવસ બધા સંપીને રહે છે અને બાદમા અવારનવાર ઝઘડા થતાં રહે છે અને ઘણીવાર વાત મારામારી સુધી પહોંચી જતી હોય છે. શો હજી શરૂ થયો છે અને તેની સાથે ઝઘડો પણ શરૂ થઈ ગયો છે.

બિગ બોસ ૧૫ના મેકર્સે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે, જેમાં વિધિ પંડ્યા અને અફસાના ખાન વચ્ચે બબાલ થતી જાેવા મળી રહી છે. પ્રોમોમાં, બિગ બોસ દરેક ઘરવાળાને તેમનો તમામ સામાન સોપવાનો આદેશ આપે છે.

એક બાદ એક કન્ટેસ્ટન્ટ્‌સ પોતાનો સામાન ગુફામા મૂકી આવે છે, ત્યારે જ વિધિ અફસાનાને પણ તેનો સામાન મૂકવાનો આદેશ આપે છે અને આ વાત ઝઘડા સુધી પહોંચી જાય છે. અફસાના વિધિ પર બૂમો પાડવા લાગે છે અને કહે છે તું છે કોણ મને કહેવાવાળી?. તેના જવાબમાં વિધિ કહે છે હું કહીશ.

અફસાના કહે છે ‘મારી સાથે વધારે વિવાદમાં પડતી નહીં, નહીં તો તારી જીભ તોડીને રાખી દઈશ. જે બાદ તેજસ્વી પ્રકાશ અને અન્ય વિધિના સપોર્ટમા આવે છે અને અફસાનાને તેની જીભ તોડીને દેખાડવાની ચેલેન્જ આપે છે. અફસાના વિધિ તરફ ધસી જાય છે અને ત્યાં પ્રોમો ખતમ થાય છે. જાે અફસાના ખાન વિધિ પંડ્યા સાથે શારીરિક ઝઘડામા પડી તો તેન ગંભીર પરિણામ ભોગવવું પડશે.

શોના અગાઉના એપિસોડમાં પણ, કન્ટેસ્ટન્ટ્‌સ વચ્ચે દલીલો અને અસહમતિ જાેવા મળી હતી. સિંબા નાગપાલે જય ભાનુશાળીની ઉંમરને લઈને દલીલ કરી હતી અને બાદમાં બબાલ થઈ હતી. પ્રતિક સહજપાલ અને ઉમર રિયાઝ વચ્ચે પણ શાબ્દિક બોલાચાલી થઈ હતી.

જણાવી દઈએ, અફસાના ખાન પંજાબી સિંગર છે જે ‘તિતલિયા વર્ગા’ ગાઈને પોપ્યુલર થઈ હતી. પેનિક અટેક આવ્યા બાદ તેણે શોમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું હતુ. જાે કે, બધુ ઠીક થઈ જતા તેણે શોમા આવવાનો ર્નિણય લીધો હતો. તો વિધિ પંડ્યા ઉડાન, બાલિકા વધુ અને તુમ એસે હી રહેનામાં કામ કરીને જાણીતી થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.