બાપુ લખવા મુદ્દે ધાક ધમકી અપાતાં યુવકની આત્મહત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
ડીસા, બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
મૃતક યુવકે સોશિયલ મીડિયામાં બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ ધમકી આપી હતી. ધમકીથી કંટાળેલા યુવકે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો. જે મામલે કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના વોટ્સએપ ઉપર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા.
જેથી કંટાળેલા દિપકે અઠવાડિયા અગાઉ એક ઓડિયો ક્લિપ બનાવી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક પુરાવા મળ્યા હતા.
જેમાં બાપુ લખવાના મામલે કેટલાક લોકો ધાક- ધમકીઓ આપતા આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું.
જે મામલે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્પ્રેરણ કરનાર સાત શખ્સો સામે આઈપીસી ૩૦૬ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સંજયસિંહ જેણસિંહ દરબાર, હોનસિંહ હરિસિંહ દરબાર, જેહુસિંહ હરિસિંહ દરબાર, વસંત હોજમાલ દરબાર, વિજુસિંહ ઇશ્વરસિંહ દરબાર, રમેશસિંહ અનુપસિંહ દરબાર, અદુસિંહ જવેરસિંહ દરબાર (તમામ રહે. રાણપુર ઉગમણાવાસ, તા..ડીસા). બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ-સાંચોર હાઇવે પર આજે બપોરના સમયે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
માંગરોળ નજીક ઇકો ગાડી અને ટેન્કર સામસામે ટકરાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેઠેલા મેઘા પટેલ, રવારામ મેઘવાલ, રાજાભાઈ ધમણ અને પ્રકાશ મજીરાણા નામના ૪ મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
આ સિવાય વાવ હાઈવે પર પણ ચારડા નજીક ટેન્કર જેસીબી સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.SSS