Western Times News

Gujarati News

પુત્રી માટે છૂટાછેડાના દોઢ વર્ષે દંપતી ફરી એક થયું

અમદાવાદ, સામાન્ય રીતે કપલ ત્યારે છૂટાછેડા લેવાના ર્નિણયે આવે છે જ્યારે તેમના સંબંધમાં કંઈજ બચ્યું નથી હોતું. તેમજ એકવાર છૂટા પડ્યા પછી આવા કપલ વચ્ચે એટલું મોટું અંતર આવી ગયું હોય છે કે તેઓ ભાગ્યે જ મિત્રવત રહી શકે છે.

આવા જ એક કિસ્સામાં અમદાવાદનું એક કપલ લગ્નના ૯ વર્ષ પછી છૂટાછેડા લેવા માટે વર્ષો સુધી કોર્ટમાં લડ્યું. છૂટાછેડા પણ મેળવ્યા પરંતુ પછી દીકરીના ભવિષ્ય માટે બધુ જ ભૂલાવીને ફરી એક થઈ ગયું. હકીકતમાં દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાં સંતાનની કસ્ટડી મેળવવા અરજી કરી હતી.

માતા-પિતાના ઝઘડા વચ્ચે સંતાનની કફોડી સ્થિતિને જાણીને હાઈકોર્ટે સમજાવતા દંપતીએ ફરીથી એક થવાનો ર્નિણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં મેડિકલ સ્ટોર ચલાવતા પતિએ ફેમિલી કોર્ટમાં સંતાનની કસ્ટડી માતાને આપવાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

જેની સુનાવણી દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે ૯ વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જાે કે બન્ને વચ્ચે માથાકૂટ અને વિવાદ વધતા છેવટે પતિએ છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

છૂટાછેડાનો આ કેસ ૬ વર્ષ સુધી ફેમિલી કોર્ટમાં ચાલ્યો બાદ કોર્ટે છૂટાછેડાની ડીક્રી આપી હતી. ફેમિલી કોર્ટે દિકરીની કસ્ટડી માતાને સોપી અને પિતાને મળવાના અધિકાર માટે સમય નક્કી કર્યો હતો. છૂટાછેડા મળ્યાનાં દોઢ વર્ષ બાદ દીકરીની કસ્ટડી મેળવવા પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટે દ્વારા પતિ-પત્નીને એકબીજા માટે જે પ્રશ્નો હતા તેને કઇ રીતે દૂર કરી શકાય તે અંગે સમજાવ્યા હતા. બન્ને એકબીજાના એક-એક મુદ્દાને અવગણીને સંતાનના ભવિષ્ય માટે ફરીથી એક થવા પ્રયત્ન કર્યો હતો.

છુટાછેડા લીધા તેના દોઢ વર્ષ બાદ બન્નેએ ફરીથી ભેગા રહેવાનો ર્નિણય લીધો હતો. જ્યારે ફેમિલી કોર્ટે પિતાને મળવાના અધિકાર આપ્યા તેમાં દિવસો એ રીતે નક્કી કર્યા હતા. જાેકે આમાં સૌથી વધુ મરો માસુમ દીકરીનો થઈ રહ્યો હતો. પિતાને મળેલા અધિકાર મુજબ તહેવારના દિવસે સવારે માતા સાથે અને બપોર પછી પિતા સાથે રહેવાનો સમય નક્કી કર્યો હતો.

શનિવારે માતા સાથે અને રવિવારે પિતા સાથે, દિવાળી વેકેશનમાં માતા સાથે અને ઉનાળુ વેકેશન પિતા સાથે રહેવું તેવા કોર્ટના હુકમને લીધે દિકરીની માનસિક સ્થિતિ દયનીય બની હતી.

કોર્ટે પતિ-પત્ની અને દિકરી સાથે વાત કરતા માતા-પિતા પણ દીકરીની વાતોથી ગભરાઇ ગયા હતા. કોર્ટે તેમને દીકરીના ભવિષ્ય માટે પોતાના ઇગોને મુકીને ર્નિણય લેવા સમજાવતા બન્ને પતિ-પત્નીએ સોંગદનામું કરીને સાથે રહેવા બાંહેધરી આપી હતી. આ સમયે કોર્ટમાં હાજર દરેકના ચહેરા પર એક ખુશી હતી.

આ ઘટના એટલું તો ચોક્કસ સમજાવી જાય છે કે આજકાલ કપલ વચ્ચે નાની નાની વાત થતા ઈગોના ટકરાવથી અંતે ભોગવવાનું બંને પક્ષે છે. વ્યક્તિ જ્યારે છૂટાછેડા લે છે ત્યારે હકીકતમાં તે ધારે એટલું સહજ જીવન આગળ હોતું. જેને તમે એક સમયે પોતાનું અંગત ગણ્યું હોય તે જ વ્યક્તિ જાે અલગ થઈને રહેતી હોય ત્યારે મનમાં એક પીડા સતત ખણકતી રહેતી હોય છે.

જ્યારે છૂટાછેડાનો સૌથી મોટો ભોગ આવા કપલને જાે બાળકો હોય તો તે બનતા હોય છે. આવા બાળકોના કુમળા માનસ પર જે અસર પડતી હોય છે તેનાથી સમાજ પ્રત્યે જાેવાની તેની રીતભાત બદલાઈ જતી હોય છે જેથી આગળ જતાં તે ઇમોશનલ ઇન્સિક્યોરિટીનો ભોગ બને છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.