Western Times News

Gujarati News

રજાઓમાં સહેલાણીઓની ભીડથી ત્રીજી લહેરનું જોખમ

નવી દિલ્હી, કોરોના વાયરસની બીજી લહેરથી ભલે લગભગ-લગભગ દેશ ઉભરી ચૂક્યો છે પરંતુ હજુ પણ ત્રીજી લહેરનુ જાેખમ ટળ્યુ નથી. બીજી લહેર જવાથી અને લોકડાઉન હટ્યા બાદ આ સમયે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા નીકળી રહ્યા છે.

પર્યટન સ્થળો પર લોકોની ભીડ દરરોજ જાેવા મળી શકે છે, પરંતુ જાે આપ પણ આવનારા સમયમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપને એકવાર ફરી આની પર વિચાર કરવો જાેઈએ કેમ કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ આદતના કારણે દેશમાં જલ્દી જ કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવી શકે છે.

ત્રીજી લહેરને લઈને વિશેષજ્ઞોએ ચેતવણી જારી કરી છે. વિશેષજ્ઞોએ જરૂરી અને જવાબદાર યાત્રા પર જાેર આપતા કહ્યુ કે પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ અને સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કારણોથી થનારી સામૂહિક સભાઓના કારણે સંક્રમણના કેસ વધી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.