Western Times News

Gujarati News

વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી ૫ બેઠક પૈકી ૪ બેઠક ઉપર ભાજપની જીત

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી બેઠક માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું છે. નગર પાલિકાની ખાલી પડેલી ૫ બેઠક પૈકી ૪ બેઠક ભાજપનો વિજય થયો છે. જ્યારે ૧ બેઠક પર અપક્ષનો વિજય થયો છે.

જાેકે, આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ બન્ને ઉમેદવારોની હાર થઈ હતી.

વલસાડ નગર પાલિકાના ૪ વોર્ડની ૫ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થયું છે. આ ૫ બેઠક માથી ૪ બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે ૧ બેઠક પર અપક્ષની જીત થઈ છે. ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

વોર્ડ નંબર ૧ ની બે બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જે બન્ને બેઠકમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કિરણ પટેલનો વિજય થયો છે. વોર્ડ નંબર ૨ ની બેઠક પર અપક્ષની જીત થઈ છે. અપક્ષના ઉમેદવાર વિકાસ રાજેશ પટેલનો વિજય થયો છે.

વોર્ડ નંબર ૫ ની બેઠકમાં ભાજપના ઉમેદવાર હિતેશ ભંડારીની જીત થઈ છે. વોર્ડ નંબર ૬ માં ભાજપના ઉમેદવાર વિમલ ગજધરને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. આમ પાલિકાની ખાલી પડેલી ૫ બેઠક પૈકી ૪ બેઠકમાં ભાજપનો જ્યારે ૧ બેઠક પર અપક્ષની જીત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.