Western Times News

Gujarati News

કોમેડી કિંગ કપિલ શર્મા એક સમયે દુપટ્ટા પણ વેચતો હતો

મુંબઈ, કપિલ શર્મા ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીનો એ ચહેરો છે જે દરેક ઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યો છે. તેનો ધ કપિલ શર્મા શો સતત ટીઆરપીમાં હાઈ રહે છે. કપિલ શર્માની આ જગ્યાએ પહોંચવા સુધીની સફર પણ રસપ્રદ રહી છે. પોતાના કરિયરમાં પણ અઢળક ઉત્તાર ચડાવ જાેઈ ચૂકેલા કૉમેડી કિંગ આજની તારીખે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે.

એક રિપોર્ટમાં કપિલ શર્માની સંપત્તિ સાથે જાેડાયેલો મોટો ખુલ્લાસો થયો છે. એક એવો પણ સમય હતો જ્યારે ઘર ચલાવવા માટે કપિલ શર્માએ દુપટ્ટો સુદ્ધા વેચ્યો હતો. તેણે એવો સમય પણ જાેયો જ્યારે બહેનની સગાઈ માટે તેની પાસે રૂપિયા નહોતા. પોતાની પૉકેટમની માટે કપિલ શર્મા બુથ ઉપર કામ કરતો હતો.

એક રિપોર્ટ મુજબ, કૉમેડી કિંગ કપિલ શર્મા અત્યારે ૨૮૨ કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિનો માલિક છે. તે મુખ્યત્વે પોતાના કૉમેડી શો ધ કપિલ શર્મા દ્વારા કમાણી કરે છે. તેના ઉપરાંત એક શો માટે કપિલ શર્મા આશરે ૪૦ લાખ રૂપિયાથી લઈને ૯૦ લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. લાફ્ટર ચેલેન્જ દ્વારા જીતેલા પૈસાથી બહેનના કર્યા લગ્ન- કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની ત્રીજી સીઝન જીતી હતી.

આ શો દરમિયાન કપિલ શર્માને પૈસાની તકલીફ હતી. અને આ કારણે બહેનના લગ્ન ટળી ગયા હતા. શો જીત્યા બાદ તે પૈસાથી કપિલે બહેનના લગ્ન કરાવ્યા હતા. કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ બાદ કેટલાય કૉમેડી શો કર્યા.

જેમ કે છોટે મિંયા, ઝલક દિખલા જા અને કૉમેડી સર્કસને હોસ્ટ કર્યું, પરંતુ કપિલને કૉમેડી નાઇટ્‌સ વિથ કપિલને સારી એવી ઓળખ મળી. સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા અને ડિપ્રેશન બાદ એક એવો સમય પણ આવ્યો કે જ્યારે લોકોને લાગ્યું કે કપિલ શર્માનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી. અને બતાવી દીધું કે કપિલ શર્માને કોઈ રિપ્લેસ નહીં કરી શકે.

કપિલ શર્માએ ગિન્ની ચરથ સાથે ૨૦૧૫ની સાલમાં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે જેમના નામ અનાયરા અને ત્રિશાન છે. કપિલ શર્મા ગાડીઓનો શોખ ધરાવે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ટીવી શો, જાહેરાતો તથા શોઝ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.