હવે ક્રેડીટ કે ડેબીટ કાર્ડ ખીસ્સામાં રાખવાની જરૂર નથી, 5000 સુધીની ચૂકવણી મોબાઈલ એપથી કરી શકાશે
ICICIની બેંકિંગ એપ iMobile એપ દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાશે
· ગ્રાહકો મર્ચન્ટ આઉટલેટ્સ પર ચુકવણી કરવા તેમનો એનએફસી સક્ષમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ ટેપ કરી શકે છે
મુંબઈઃ ICICI Bankએ એની બેંકિંગ એપ આઇમોબાઇલ એપ દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે ગ્રાહકોને મર્ચન્ટ આઉટલેટ્સના પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીનો પર ચુકવણી કરવા તેમના સ્માર્ટફોન્સ પર ટેપ કરવા સક્ષમ બનાવશે.
આ સર્વિસ બેંકના 1.5 કરોડથી વધારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના (Debit & Credit Card) ગ્રાહકોની સુવિધા વધારશે, કારણ કે તેમને રિટેલ સ્ટોર્સમાં પેમેન્ટ કરવા તેમના કાર્ડ લઈ જવાની જરૂર નહીં રહે. નીઅર ફિલ્ડ કમ્યુનિકેશન્સ (NFC) ટેકનોલોજીને આધારે ઇનોવેટિવ પેમેન્ટ સર્વિસ ગ્રાહકોને iMobile APP એપ પર તેમના ફિઝિકલ આઇસીઆઇસીઆઈ બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સના ડિજિટલ વર્ઝન ઊભા કરવા સક્ષમ બનાવશે. ICICI Bank launches contactless payment solution through iMobile Pay
ડિજિટલ કાર્ડ્સનો (Digital Cards) ઉપયોગ કરીને ગ્રાહકો મર્ચન્ટ આઉટલેટ્સ પર કોન્ટેક્ટલેસ પીઓએસ ઉપકરણ નજીક તેમના ફોનને વેવ કરીને કે હલાવીને એનપીએસ સક્ષમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાંથી ઇલેક્ટ્રોનિક રીતે ચુકવણી શરૂ કરી શકે છે.
આઇસીઆઇસીઆઈ બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ શ્રી સુદિપ્તા રૉયે કહ્યું હતું કે, “અમે આઇસીઆઇસીઆઈ બેંકમાં અમારા ગ્રાહકોને વિશિષ્ટ, ઝડપી અને સુવિધાજનક સમાધાનો પ્રસ્તુત કરવા ટેકનોલોજીકલ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે પાંચ વર્ષ અગાઉ કાર્ડનું ડિજિટાઇઝેશન કરીને ‘ટેપ ટૂ પે’ સુવિધા પ્રસ્તુત કરવામાં પ્રથમ હતા અને અમારી ડિજિટલ વોલેટ એપ પોકેટ્સ મારફતે સુરક્ષિત કોન્ટેક્ટલેસ પેમેન્ટ ઓફર કર્યું છે.
હવે અમે અમારી મોબાઇલ એપ આઇમોબાઇલ એપ દ્વારા આ સુવિધા વધારી છે. આ કોન્ટેક્ટલેસ મોબાઇલ પેમેન્ટ સોલ્યુશ બેંકના ગ્રાહકોને તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કેશલેસ પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડીશું, જેથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ લઈ જવાની જરૂર નહીં રહે.
અમારું માનવું છે કે, ‘ટેપ ટૂ પે’પેમેન્ટ સોલ્યુશન ગ્રાહકોને સંવર્ધિત સુવિધાનો અનુભવ આપશે, કારણ કે આ તાત્કાલિક, સલામત અને સુરક્ષિત પેમેન્ટની સુવિધા પ્રદાન કરશે. ઉપરાંત આ સોલ્યુશ સંવર્ધિત સુરક્ષા પૂરી પાડશે, કારણ કે ગ્રાહકના કાર્ડની વિગતો વ્યવહારની પ્રક્રિયા દરમિયાન કોઈને પ્રાપ્ત નહીં થાય
અને બેંકના સુરક્ષિત ક્લાઉડ સર્વરમાં વર્ચ્યુઅલ રીતે સ્ટોર થયું છે. અમે અમારા પાર્ટનર્સ વિઝા અને કોમવિવાના આભારી છીએ, જેમણે આ જોડાણને સક્ષમ બનાવ્યું છે. અમે સલામતી અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નવીનતા અને ઉત્કૃષ્ટતા દ્વારા ગ્રાહકો માટે કાર્ડ પેમેન્ટનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ ચાલુ રાખીશું.”
વિઝાના ભારત અને દક્ષિણ એશિયાના ગ્રૂપ કન્ટ્રી મેનેજર શ્રી ટી આર રામચંદ્રને કહ્યું હતું કે, “કોન્ટેક્ટલેસ પેમેન્ટ મર્ચન્ટ આઉટલેટ્સ પર તાત્કાલિક અને સુરક્ષિત રીતે ચુકવણી કરવા ગો-ટૂ વે બની ગયું છે, જે એશિયા પેસિફિકમાં અત્યારે દર 2 ફેસ-ટૂ-ફેસ વિઝા વ્યવહારોમાંથી 1 વ્યવહાર ધરાવે છે.
અમે આઇમોબાઇલ પે બેંકિંગ એપ પર સક્ષમ કોન્ટેક્ટલેસ પેમેન્ટ દ્વારા આઇસીઆઇસીઆઈ બેંક સાથે અમારી વ્યૂહાત્મક અને નવીનતા-કેન્દ્રિત ભાગીદારી ગાઢ બનાવીને ખુશ છીએ. અમે બેંકના લાખો વિઝા કાર્ડધારકો માટે મોબાઇલ બેંકિંગ અનુભવમાં ચુકવણી કરવા સરળ ટેપિંગની સુવિધા આપી છે.”
કોમવિવાના ઇવીપી તથા ચીફ ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફિસર શ્રી શ્રીનિવાસ નિદુગોંડીએ કહ્યું હતું કે, “અમે ભારતમાં ડિજિટલ ક્ષેત્રમાં પેમેન્ટને આધુનિક બનાવવા અને પરિવર્તન કરવા આઇસીઆઇસીઆઈ બેંક સાથે જોડાણ કરીને ખુશ છીએ.
દુનિયાની અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પ્રોવાઇડર પૈકીની એક કોમવિવા આઇસીઆઇસીઆઈ બેંકના ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક પેમેન્ટ અનુભવ ઓફર કરીને ખુશ છીએ. આઇમોબાઇલ પે ‘ટેપ ટૂ પે’ સુવિધા સલામત અને સુરક્ષિત કોન્ટેક્ટલેસ પેમેન્ટની વૃદ્ધિને વેગ આપશે તથા ભારતની વૃદ્ધિના માર્ગે અગ્રેસર ડિજિટલ અર્થતંત્રમાં પ્રદાન કરશે.”
આ સર્વિસનો લાભ લેવા ગ્રાહકોને ઓએસ-એન્ડ્રોઇડ 6 અને એનાથી ઉપરના એનએફસી સક્ષમ સ્માર્ટફોન્સ પર ગૂગલ પ્લે સ્ટોરમાંથી આઇમોબાઇલ એપનું નવું વર્ઝન અપટેડ કરવાની જરૂર છે. ગ્રાહકોને ‘ટેપ ટૂ પે’ સર્વિસનો ઉપયોગ કરવા તથા પછી રિટેલ સ્ટોર્સમાં સુરક્ષિત અને સુવિધાજનક રીતે પેમેન્ટ કરવા આઇમોબાઇલ પેમાંથી વન-ટાઇમ એક્ટિવેશન કરવું પડશે.
RBIની માર્ગદર્શિકા મુજબ, ગ્રાહકો પીઓએસ ઉપકરણની નજીક ફોન ટેપ કે વેવ કરીને દરેક નાણાકીય વ્યવહારમાં રૂ. 5,000 સુધીની ચુકવણી કરી શકે છે. રૂ. 5,000થી વધારેના નાણાકીય વ્યવહારો માટે ગ્રાહકોને પીઓએસ ઉપકરણની નજીક ફોન વેવ કરવાની સાથે તેમના કાર્ડનો પિન એન્ટર કરવો પડશે.
ગ્રાહકો આ સર્વિસનો લાભ લેવા નીચે આપેલા સરળ સ્ટેપને અનુસરી શકે છેઃ
1. વન ટાઇમ એક્ટિવેશન:
· ગ્રાહકે આઇમોબાઇલ પે એપમાં લોગિન કરવું પડશે અને લોગિન પેજ કે ‘શોપ’ સેક્શનમાં ‘ટેપ ટૂ પે’આઇકોન પર ક્લિક કરવું પડશે.
· પછી ગ્રાહકોને ડિજિટલ વર્ઝન બનાવવા રજિસ્ટર્ડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કરવું પડશે અને ત્યારબાદ શરતો અને નિયમો સ્વીકારવા ‘આઇ એગ્રી’ પર ક્લિક કરવું પડશે.
· ગ્રાહકો તેમના આઇસીઆઇસીઆઈ બેંકના દરેક વિઝા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સામે વર્ચ્યુઅલ કાર્ડ બનાવી શકે છે
2. પેમેન્ટ કરવું:
· આઇમોબાઇલ પે એપમાં લોગિન કરો અને લોગિન પેજ કે ‘શોપ’ સેક્શનમાં ‘ટેપ ટૂ પે’ પર ક્લિક કરો
· પેમેન્ટ કરવા વર્ચ્યુઅલ વિઝા કાર્ડ પસંદ કરો અને એનએફસી સક્ષમ પીઓએસ ઉપકરણ નજીક ફોનને વેવ કે ટેપ કરો
· વ્યવહારની પુષ્ટિ કરવા પર ‘પેમેન્ટ ઇનિશિયેટેડ સક્સેસફુલી’ મેસેજ ફોન પર દેખાશે