રોહિત શર્મા ટી ટવેન્ટીમાં ૪૦૦ છગ્ગા બનાવનારા એશિયાના પ્રથમ ખેલાડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/rohitA.jpg)
દુબઇ, રોહિત શર્મા હવે ટી-૨૦ ફોર્મેટમાં ૪૦૦ છગ્ગા બનાવનારા ભારત અને એશિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે. આ મામલે ભારતના સુરેશ રૈના ૩૨૫ છગ્ગા બનાવનારા બીજા ક્રમાંકે છે..
રોહિતે રાજસ્થાન સામેની પ્રથમ ઓવરમાં મુસ્તફિઝૂર રહેમાનની બોલમાં પ્રથમ છગ્ગો લગાવ્યો છે. ત્યારબાદ તેમણે શ્રેયસ ગોપાલની પ્રથમ ઓવરમાં પોતાનો બીજાે છગ્ગો લગાવ્યો. આ રીતે તેમણે ટી-૨૦ ફોર્મેટમાં ૪૦૦ છગ્ગાની મહત્વની સિદ્ધી પ્રાપ્ત કરી.
જાે આઈપીએલની વાત કરીએ તો રોહિતે ૨૨૭ છગ્ગા ફટકાર્યા છે અને તેઓ સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે ગેલ અને ડીવિલિયર્સ બાદ ત્રીજા સ્થાને છે. આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલના નામે છે.
તેઓ ૩૦૦ છગ્ગા બનાવનારા એકલા બેટ્સમેન છે.ઉલ્લેખનીય છે કે, ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. તેમણે અત્યાર સુધી ૧૦૪૨ છગ્ગા ફટકાર્યા છે. ગેલ ૧૦૦૦થી વધુ છગ્ગા બનાવનારા વિશ્વના એકમાત્ર બેટ્સમેન છે.
ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા જે ખેલાડીઓએ ફટકાર્યા છે. તેમાં ક્રિસ ગેલ (૧૦૪૨), કીરોન પોલાર્ડ (૭૫૮), આંદ્રે રસેલ (૫૧૦), બ્રેન્ડન મૈકુલમ (૪૮૫), શેન વોટસન (૪૬૭), એબી ડીવિલિયર્સ (૪૩૪) અને રોહિત શર્મા (૪૦૦)ના નામનો સમાવેશ થાય છે. જેમાં મૈકુલમ અને વોટસનને છોડીને બાકી દરેક ખેલાડીઓ સક્રિય છે અને સતત ટી-૨૦ મેચો રમી ચૂક્યા છે.HS