Western Times News

Gujarati News

ગાંધીનગર ચ – માર્ગ ઉપર અકસ્માતમાં ઈજા પામેલાની વહારે પોલીસના જવાનો

ગાંધીનગર ના ચ – ૩ થી ચ – ૪ બાજુ જતા સુમન ટાવર સામે રોડ ઉપર એક જયુપીટર સ્લીપ થઇ જતા, વાહનચાલક નો પગ કિક માં ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ થવા પામી હતી.

જોકે આ ચાલકનો જીવ બચી જવા પામ્યો હતો. આ જયુપીટર વૃક્ષ સાથે ટકરાઈને પડ્યું હોવાની સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહદારીઓએ આ અકસ્માત જોયો હોવા છતાં, વાહનચાલક ને ઉભો કરવા માટે કોઈ આગળ આવ્યું ન હતું.

આવા સંજોગોમાં ડિવાઈડરની બીજી તરફથી ચ -3 બાજુ જઈ રહેલી જિલ્લા ટ્રાફીક પોલીસની ગાડી ચક્કર મારીને આ તરફ આવી હતી. તેમાં રહેલા હે. કો. મહીપતસિહ ભવાનસિંહ બારીયા અને હે. કો. વિનોદ સિંહ પૃથ્વીસિંહ ડાભી એ 108 ને ફોન કરી દીધો હતો.

દરમિયાન, આ બંને જાંબાઝ જવાનોએ પોતાની પોલિસ જીપ ન. GJ 18 GB 1301 માં થી પાના – પક્કડ કાઢીને, વાહન ચાલક ના પગમાંથી કિક કાઢવાનો પ્રયાસ પ્રયાસ આદર્યો હતો.

થોડી વારમાં આવી પહોંચેલી 108 નાં સ્ટાફે દર્દીના માથા નીચે રૂ મૂક્યું. જેથી તેને માથામાં તકલીફ ન પડે. પછી પોલીસનાં આ બંને જવાન અને 108 નાં સ્ટાફની સહિયારી મહેનતથી કિકને ખોલી નાખવામાં સફળતા મળી હતી.

અંતે, આ માનવીય હ્દય ધરાવતા આ બંને પોલિસ જવાનોએ 108નાં સ્ટાફની સાથે મળીને એમ્બ્યુલન્સ માં રવાના કર્યો હતો.

પોતાની ડ્યુટી અન્યત્ર હોવા છતાં, માત્ર માનવતાના ધોરણે બંને લોકોએ સેવા કરી, એ બદલ જિલ્લા ટ્રાફિકના હે. કો. મહીપતસિહ ભવાનસિંહ બારીયા અને હે. કો. વિનોદસિંહ પૃથ્વીસિંહ ડાભી સહિત,

એમને આવા સત્કાર્ય માટે પ્રેરણારૂપ બનનારા, જિલ્લા ટ્રાફિકના પોલિસ ઇન્સ્પેકટર એમ. આર. પુવારને પણ સ્થળ ઉપર ઉપસ્થીત લોકોએ ધન્યવાદ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.