કોર્ટ દ્વારા ૫ દિ’માં રેપ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા

જયપુર, દેશમાં રેપનો ભોગ બનનાર મહિલાઓને ન્યાય મળવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગતો હોય છે પણ જયપુરની એક કોર્ટે માત્ર ચાર જ દિવસમાં રેપના આરોપી સામેનો કેસ પૂરો કરીને આરોપીને સજા ફટકારી છે.
જયપુરમાં ૯ વર્ષની એક બાળકીનુ ૨૬ સપ્ટેમ્બરે અપહરણ કરીને તેના પર રેપ કરાયો હતો. એ પછી ૧૩ કલાકની અંદર પોલીસે તેની ધરપકડ કરી હતી. ૬ કલાકમાં આરોપી સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દીધી હતી. કોર્ટે માત્ર ૨૮ કલાકની સુનાવણી કરીને ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. રેપનો ભોગ બનનાર બાળકી હજી હોસ્પિટલમાં છે. તે કોર્ટમાં હાજર થઈ શકે તેવી સ્થિતિ નથી.
આ સંજાેગોમાં કોર્ટે વિડિયો કોન્ફરન્સિંગથી બાળકીનુ નિવેદન લીધુ હતુ. એ પછી કોર્ટે પાંચ ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી અને સાથે સાથે બે લાખ રૂપિયા દંડ ભરવાનો પણ હુકમ કર્યો હતો. દેશમાં પહેલો કેસ છે જેમાં ચાર જ દિવસની ટ્રાયલમાં આરોપી સામે સુનાવણી પુરી કરીને પાંચમા દિવસે સજા ફટકારી દીધી હતી. બાળકીને ન્યાય અપાવવામાં પોલીસથી માંડીને બીજી એજન્સીઓની પણ મહત્વની ભૂમિકા રહી છે.
ભોગ બનનાર બાળકીને ૨૫ વર્ષીય કમલેશ મીણા ફોસવાલીને પોતાની સાથે સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો અને તેના પર રેપ કર્યો હતો. બાળકીને તેણે ગળુ બદાવીને મારી નાંખવાની પણ કોશિશ કરી હતી. આ બાળખી બેહોશ થઈ ગઈ હતી અને કમલેશ તેને મરેલી માનીને ભાગી ગયો હતો.
બાળકી હોશમાં આવીને ઘરે પહોંચી ત્યારે તેના કપડા પર લોહીના ડાઘા જાેઈ ઘરના સભ્યો ગભરાઈ ગયા હતા. તેમણે પૂછપરછ કરતા આરોપીનુ કરતૂત સામે આવ્યુ હતુ.
આ કેસમાં ૧૫૦ પોલીસ કર્મીઓએ ટીમો બનાવીને ૧૩ કલાકમાં આરોપીની ધરપકડ કરીને તેને સજા સુધી પહોંચાડવા માટે ભૂમિકા અદા કરી હતી.SSS